આરજેડી ધારાસભ્યના પોસ્ટરને લઈને એક હિન્દુ સંગઠને જે કોઈ તેની જીભ કાપી નાખશે તેને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી
પટના
બિહારના શિક્ષા મંત્રી પ્રોફેસર ચંદ્રશેખર સિંહે મંદિરને લઈને આપેલા નિવેદનને લઈને હવે વિવાદ ઉભો થયો છે. રોહતાસના ડેહરીમાં એક કાર્યક્રમમાં આરજેડી નેતાએ કહ્યું કે, મંદિર ગુલામીનો માર્ગ છે, જ્યારે શાળાઓ પ્રકાશનો માર્ગ છે.
સાવિત્રીબાઈ ફુલે જયંતિ સમારોહમાં બિહારના શિક્ષા મંત્રી ડો. ચંદ્રશેખર સિંહે કહ્યું કે, મંદિર માનસિક ગુલામીનો માર્ગ છે અને શાળાનો માર્ગ પ્રકાશનો છે. સાવિત્રીબાઈ ફુલેએ દેશમાં મહિલાઓ અને અનુસૂચિત જાતિઓમાં શિક્ષણની જ્યોત જગાવી હતી. તેમના કારણે જ સમાજમાં અનુસૂચિત જાતિને સ્થાન મળ્યું છે. હવે એકલવ્યનો પુત્ર અંગૂઠો દાન નહીં કરે. શહીદ જગદેવ પ્રસાદના પુત્ર આહુતિ નહીં આપે. હવે તે જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે, આરજેડી ધારાસભ્ય ફતેહ બહાદુર સિંહે થોડા દિવસો પહેલા પોસ્ટર લગાવ્યા હતા, જેમાં લખ્યું હતું કે, મંદિરનો અર્થ માનસિક ગુલામીનો માર્ગ છે જ્યારે શાળાનો અર્થ પ્રકાશ તરફનો માર્ગ છે. આરજેડી ધારાસભ્યના પોસ્ટરને લઈને પટનાના એક હિન્દુ સંગઠને જે કોઈ તેની જીભ કાપી નાખશે તેને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. પટનામાં ધારાસભ્યો અને એમએલસીના ફ્લેટની પાસે ઈનામની જાહેરાત કરતું હિન્દુ શિવ ભવાની સેનાનું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું.