કેનેડા આતંકવાદને યોગ્ય કહે છે, અમેરિકા એમ કરતું નથીઃ ભારત

Spread the love

અમે અમેરિકા અને કેનેડાને એક સરખા માનતા નથી. અમેરિકાને લાગ્યું હતું કે, કોઈ મામલો છે, પરંતુ તેમની વાત સાચી છે કે નહીં, તે અદાલત નક્કી કરશેઃ જયશંકર

નવી દિલ્હી

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિઝ્ઝરની હત્યા અને ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસ મામલે કેનેડા-અમેરિકાના આક્ષેપો વચ્ચે વિદેશમંત્રી એસ.જયશંકરે  સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારતની દ્રષ્ટિએ અમેરિકા અને કેનેડા એક નથી. કેનેડા અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે અલગતાવાદ, આતંકવાદ અને ઉગ્રવાદને યોગ્ય કહી રહ્યો છે, પરંતુ અમેરિકા આવું કરતો નથી.

જયશંકરે મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘અમે અમેરિકા અને કેનેડાને એક સરખા માનતા નથી. અમેરિકાને લાગ્યું હતું કે, કોઈ મામલો છે, પરંતુ તેમની વાત સાચી છે કે નહીં, તે અદાલત નક્કી કરશે. તેઓ અમારી પાસે આવ્યા અને કહ્યું કે, જુઓ અમારી આ સમસ્યાઓ છે અને અમે તમને કહી રહ્યા છે. અમે ઈચ્છીશું કે, તમે તપાસ કરો કે શું થઈ રહ્યું છે, પરંતુ કેનેડાએ આવું ન કર્યું. અમેરિકા કેનેડાની જેમ અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે અલગતાવાદ, આતંકવાદ અને ઉગ્રવાદને સમર્થન આપી રહ્યો નથી.’

જયશંકરે રાજદ્વારી તરીકે અમેરિકામાં વિતાવેલા દિવસોને યાદ કરી ભારત સાથેના સંબંધોમાં તફાવત સમજાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘અગાઉ અમેરિકા ભારત સાથે સહકાર માટે એટલું ઉત્સાહી દેખાતું ન હતું, પરંતુ 2023માં ઘણું બદલાઈ ગયું છે. હું કહીશ કે, અમેરિકાની સિસ્ટમના જે ભાગો ભારત મામલે શંકા વ્યક્ત કરતા હતા, હવે તે પણ અમને સાથ આપી રહ્યા છે.’

વિદેશમંત્રીએ કહ્યું કે, ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ મામલે અમેરિકા અને કેનેડાના વલણમાં તફાવત છે. અમે આવા મુદ્દાઓમાં કેનેડાના મુકાબલે અમેરિકાને કડક વલણ અપનાવતા જોયો છે, ઘણી મુદ્દાઓ પર… એકદમ ખુલીને અમારી અમારા રાજકારણમાં દખલગીરી કરી છે. આપણા બધાને પંજાબની ઘટનાઓ યાદ છે. મને લાગે છે કે, આ મામલે વિશ્વમાં એકમાત્ર કેનેડીયન વડાપ્રધાન (જસ્ટિન ટ્રૂડો)એ જ જાહેરમાં ટિપ્પણી કરી હતી. હું કહીશ કે, બંને બાબતો જુદી જુદી છે અને તેને મિક્સ ન કરવી જોઈએ.’

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *