સ્માર્ટફોન કલર ચેન્જીંગ ટેક્નોલોજી ઈ-શિફ્ટ, એર ચાર્જ અને ઈનફિક્સ એક્સ્ટ્રીમ-ટેમ્પ રજૂ કરાયું
નવી દિલ્હી
હાલમાં લાસ વેગાસમાં કન્ઝ્યુમર્સ ઈલેક્ટ્રોનિક્સ શો ચાલી રહ્યો છે. આ જે આ શો નો ત્રીજો દિવસ છે. કંપનીઓ આ શો માં પોતાના અલગ પ્રોડક્ટ્સને લોન્ચ કરી રહી છે.
તેમાં ઈનફિનિક્સે પોતાની ત્રણ નવી ટેક્નોલોજીઓનું પ્રદર્શન કર્યું છે. કંપનીએ સ્માર્ટફોન કલર ચેન્જીંગ ટેક્નોલોજી ઈ-શિફ્ટ, એર ચાર્જ અને ઈનફિક્સ એક્સ્ટ્રીમ-ટેમ્પ રજૂ કર્યું છે.
ઈનફિનિક્સે શો માં ઈ-ઈન્ક પ્રિસમ ટેક્નોલોજી રજૂ કરી છે. આ ટેક્નોલોજીની સાથે કંપનીએ દાવો કર્યો છે કે, ફોનના બેક પેનલનો કલર બદલી શકાય છે.
તેના માટે જિવાઈસ પાવર પણ કન્ઝ્યુમ નથી કરતું. યૂઝર્સ આ ટેક્નોલોજી સાથે પોતાના ડિવાઈસને પર્સનલાઈઝ કરી શકશે. ફોનના બેક પેનલ પર ટેક્નોલોજીની સાથે ટાઈમ ડિસ્પ્લે કરી શકાશે. આ ઉપરાંત અનેક બીજા ફીચર્સનો ઉપયોગ કરી શકાશે.
કંપનીએ આ શો માં એક્સ્ટ્રીમ-ટેમ્પ બેટરી કોન્સેપ્ટ પણ રજૂ કર્યો છે. એક્ટ્રીમ-ટેમ્પ બેટરી સાથે ખૂબ વધારે હોટ એન્ડ કોલ્ડ કંડીશનમાં ડિવાઈસને લઈને ફ્રિઝિંગની મુશ્કેલી નહીં આવશે.
આ ટેક્નોલોજીની સાથે ડિવાઈસની બેટરી 40 ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પેરચર પણ સારું કામ કરી શકશે.
આ ઉપરાંત ઈનફિનિક્સે એર ચાર્જને શોકેસ કર્યું છે. આ પ્રોડક્ટની સાથે 20સીએમ અને 60 ડિગ્રીના એંગલ સુધી પણ ડિવાઈસને ચાર્જ કરી શકાશે.
એરચાર્જ મલ્ટી-કોઈલ મેગ્નેટિંગ રેઝોનેન્સ અને એડોપ્ટિવ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. આ ટેક્નોલોજી સાથે યૂઝર્સ પોતાના ડિવાઈસને કેબલ વિના જ ચાર્જ કરી શકે છે. આ પદ્ધતિમાં ટેક્નોલોજી 7.5ડબ્લ્યુનો પાવર ડિલીવર કરે છે.