ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ એક ફ્રી ટૂલ છે. જે યુઝર્સને તેના બિઝનેસને ગૂગલ સર્ચ અને મેપ પર ડિસ્પ્લે કરવાની સુવિધા આપે છે, બિઝનેસ પ્રોફાઇલ વડે યુઝર્સ ગ્રાહકો સાથે કનેક્ટ થઈ શકે છે
વોશિંગ્ટન
તાજેતરમાં જ ગૂગલે એક જાહેરાત કરી છે કે તે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલનો ઉપયોગ કરીને બનાવેલી વેબસાઇટ્સને બંધ કરવા જઈ રહ્યું છે. ગૂગલે તેના એક અધિકૃત બ્લોગમાં જણાવ્યું છે કે માર્ચ 2024 માં, બિઝનેસ પ્રોફાઇલ્સ સાથે બનાવેલી વેબસાઇટ્સ બંધ કરવામાં આવશે. તેમજ તમારી વેબસાઈટની મુલાકાત લેનારા યુઝર્સને વેબસાઈટના બદલે તમારી બિઝનેસ પ્રોફાઇલ પર રીડાયરેક્ટ કરવામાં આવશે, તો તે માટે પહેલા સમજીએ કે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ શું છે?
ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ એક ફ્રી ટૂલ છે. જે યુઝર્સને તેના બિઝનેસને ગૂગલ સર્ચ અને મેપ પર ડિસ્પ્લે કરવાની સુવિધા આપે છે. બિઝનેસ પ્રોફાઇલ વડે યુઝર્સ ગ્રાહકો સાથે કનેક્ટ થઈ શકે છે, અપડેટ્સ પણ આપી શકે છે, તમામ પ્રોડક્ટ્સ અને સર્વિસનું લીસ્ટ પણ આપી શકે છે… એટલે કે ઓછા સમયમાં ઘણું બધું કરી શકે છે.
જોકે 2023માં ગૂગલે તેનું ડોમેન, બિઝનેસ સ્ક્વેરસ્પેસને વેચી દીધું હતું. કંપની ત્યારથી ગૂગલ ડોમેન્સ યુઝર્સને સ્ક્વેરસ્પેસ પર રીડાયરેક્ટ કરી રહી છે. જેથી માર્ચ 2024 માં ગૂગલ બિઝનેસ પ્રોફાઈલ બંધ થઇ જશે. એમાં કહેવામાં આવ્યું છે કે તમારા યુઝર્સને 10 જૂન, 2024 સુધી જ તમારા બિઝનેસ પ્રોફાઈલ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. આ તારીખ પછી યુઝર્સ જો તે વેબસાઈટ વિઝીટ કરશે તો તેમને પેઈજ નોટ ફાઉન્ડ જોવા મળશે. આનાથી બચવા માટે ગૂગલે 6 વેબસાઈટ બિલ્ડર્સનું પણ સૂચન કર્યું છે, જેની મદદથી યુઝર્સ ખૂબ જ સસ્તામાં પોતાની વેબસાઈટ બનાવી શકે છે.