અમેરિકાએ હુથીની બેલેસ્ટિક મિસાઇલોને નષ્ટ કરી નાખી

Spread the love

હુથી બળવાખોરો પાસે નિર્ણય કરવા માટે એક વિકલ્પ છે અને તેમની પાસે તેમના દ્વારા કરવામાં આવતા હુમલાઓને રોકવાનો આ યોગ્ય સમયઃ જ્હોન કિર્બી

વોશિંગ્ટન

અમેરિકી સેનાએ હુથી બળવાખોરોના ઠેકાણાોને નિશાન બનાવ્યા છે. એક સ્થાનિક સમાચાર એજન્સી મળતા સમાચાર મુજબ અમેરિકી સેનાએ મંગળવારે યમનમાં સ્થિત હુથી બળવાખોરોના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ અંગે વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ બેલેસ્ટિક મિસાઇલોને નષ્ટ કરી નાખી છે જેનો ઉપયોગ હુથી બળવાખોરો કરવાના હતા.

આ હુમલા અંગેની વિગત આપતા વ્હાઇટ હાઉસના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું હતું કે હુથી બળવાખોરો પાસે નિર્ણય કરવા માટે એક વિકલ્પ છે અને તેમની પાસે તેમના દ્વારા કરવામાં આવતા હુમલાઓને રોકવાનો આ યોગ્ય સમય છે. આ અગાઉ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ફ્રાન્સે અમેરિકન આગેવાની હેઠળના હુમલામાં ભાગ લીધો નથી કારણ કે તે ક્ષેત્રિય તણાવને ટાળવા માંગે છે.

સૂત્રો દ્વરા અમેરિકન અધિકારીઓને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ હુથી બળવાખોરોની ચાર એન્ટી શિપ મિસાઈલો પર હુમલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ, હુથી બળવાખોરોએ રાતા સાગરમાં ગ્રીક માલિકીના જહાજ પર હુમલો કર્યો હતો.

હુથી બળવાખોરો કહે છે કે તેઓ પેલેસ્ટિનિયનો સાથે એકજૂથમાં કામ કરી રહ્યા છે. નોંધનીય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધની શરૂઆતથી જ હુથી બળવાખોરોએ રાતા સાગરમાં જહાજો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. આ અગાઉ એવી પણ માહિતી સામે આવી હતી કે અમેરિકા હુથી બળવાખોરોને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે. બાયડેન પ્રશાસન ટૂંક સમયમાં હુથી બળવાખોરોને વૈશ્વિક આતંકવાદીઓ તરીકે જાહેર કરવાનું એલાન કરી શકે છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *