સુપ્રીમ કોર્ટ 3 દોષિતોની આત્મસમર્પણનો સમયગાળો વધારવાની અપીલ સુનાવણી કરશે

Spread the love

તમામ દોષિતોને આત્મસમર્પણ કરવા માટે 21 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો


નવી દિલ્હી
બિલકિસ બાનો કેસમાં ત્રણ દોષિતોએ આત્મસમર્પણનો સમયગાળો વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ દોષિતોએ વ્યક્તિગત કારણોને ટાંકીને આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ ત્રણેય દોષિતોની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. ઉલ્લેખનીય છે કે તમામ દોષિતોને આત્મસમર્પણ કરવા માટે 21 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરવા તેમજ તેના પરિવારના સભ્યોની હત્યાના 11 દોષિતોમાંથી ત્રણ દોષિતોએ આત્મસમર્પણ માટે સમય વધારવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેઓએ કૌટુંબિક જવાબદારીઓ અને સ્વાસ્થ્યના કારણોને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં ગોવિંદ નાઈએ 4 અઠવાડિયાનો જ્યારે મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાએ 6 અઠવાડિયાનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટ ત્રણેય દોષિતોની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે.
ગુજરાતના બહુચર્ચિત બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે 08 જાન્યુઆરી 2024ના રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરથનાની બેન્ચે આ કેસમાં 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો, ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવા પણ કહેવામાં આવ્યું હતું.
2002માં ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ થયેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના સમયે બાનોની ઉંમર 21 વર્ષ હતી. 21 જાન્યુઆરી 2008ના રોજ સીબીઆઈની વિશેષ અદાલતે 11 લોકોને દોષી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. ગયા વર્ષે 15 ઓગષ્ટના રોજ ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *