ભાજપ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ એક મહિલા લાભાર્થીને પીએમ આવાસ યોજના હેઠળ ઘરની ચાવી સોંપીને સવાલ કર્યો કે કોઈને પૈસા ચુકવ્યા છે?
લખનૌ
યુપીના બદાયૂંમાં થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ એક મહિલા લાભાર્થીને પીએમ આવાસ યોજના હેઠળ ઘરની ચાવી સોંપી રહ્યા છે. ચાવી સોંપતા સાંસદ વૃદ્ધ મહિલાને પૂછે છે કે કોઈએ પૈસા તો લીધા નથી ને. તેની પર મહિલાએ માઈક પર જ કહી દીધુ- ‘હા લીધા છે, 30 હજાર રૂપિયા’
વૃદ્ધ લાભાર્થી મહિલા ઉસાવા નગર પંચાયતની શારદા દેવી છે, જેમને આંવલાથી ભાજપ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ પીએમ આવાસ યોજનાની ચાવી સોંપી રહ્યા હતા અને તમામ લાભાર્થીઓ પાસેથી તેમનો અનુભવ અને ભાવનાઓ જાણી રહ્યા હતા. આ ક્રમમાં શારદા દેવીને ચાવી સોંપતા તેમને પૂછ્યુ કેવુ લાગી રહ્યુ છે કોઈએ રૂપિયા તો લીધા નથી ને. આ પ્રશ્નના જવાબમાં શારદા દેવીએ કહ્યુ કે હાં. આવાસ અપાવવાના નામ પર 30 હજાર રૂપિયા આપ્યા હતા. શારદા દેવીએ આ વાત માઈક પર કહી હતી. જેની પર પહેલા તો તમામ લોકો હસવા લાગ્યા પરંતુ સાંસદે તેમને ટોક્યા અને કહ્યુ કે આ ખૂબ ગંભીર મામલો છે. આની તપાસ કરાવો.
ભાજપના કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ભાજપ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ, બદાયૂં સાંસદ સંઘમિત્રા મૌર્ય, જિલ્લાધ્યક્ષ રાજીવ કુમાર ગુપ્તા, પૂર્વ મંત્રી ધારાસભ્ય મહેશ ચંદ્ર ગુપ્તા, દાતાગંજ ધારાસભ્ય રાજીવ કુમાર સિંહ સહિત ઘણા નેતા અને કાર્યકર્તા હાજર રહ્યા. આ દરમિયાન પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી સોંપવાનો કાર્યક્રમ ચાલ્યો. આ ક્રમમાં વૃદ્ધ મહિલા શારદા દેવીને બોલાવવામાં આવ્યા.
સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ અને વૃદ્ધ મહિલા વચ્ચે થયેલી વાતચીત
સાંસદ: ઘર મળ્યુ છે?
વૃદ્ધ મહિલા: હા મળ્યુ છે.
સાંસદ: કોઈએ રૂપિયા તો લીધા નથી ને
વૃદ્ધ મહિલા: ( ના… પછી માથુ હલાવ્યુ), હા લીધા છે.
સાંસદ: કેટલા રૂપિયા લીધા છે?
વૃદ્ધ મહિલા: 30 હજાર લીધા છે.
સાંસદ: કેટલા?
વૃદ્ધ મહિલા: 30 હજાર લઈ ગયા, 30 હજાર…
સાંસદ: આ ગંભીર પ્રકરણ છે, આ ખૂબ ગંભીર પ્રકરણ છે. મોદીજીને કંઈ કહેવા માંગો છો? આભાર માનવા માગો છો?
વૃદ્ધ મહિલા: આભાર (પછી તે ચાવી લઈને જતા રહે છે)
ઉલ્લેખનીય છે કે જે સમયે આ ઘટના ઘટી ત્યાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તા અને સામાન્ય જનતા હાજર હતી. આ દરમિયાન તમામ હસતા મહિલાની વાતને ટાળતા જોવા મળ્યા. આ મામલે ભાજપ જિલ્લાધ્યક્ષ રાજીવ ગુપ્તાએ જણાવ્યુ કે સાંસદે ચાવી સોંપી ત્યારે વૃદ્ધ મહિલાએ રૂપિયાની વાત કહી તો આ અમારા માટે ખૂબ ગંભીર વિષય થઈ ગયો હતો. અમે તાત્કાલિક પૂરી ઘટના જીલ્લા મેજીસ્ટ્રેટને જણાવી છે અને આ ઘટનાની ઊંડી તપાસ કરાવવાનું કહ્યુ છે. જીલ્લા મેજીસ્ટ્રેટ બદાયૂંએ જણાવ્યુ કે કાલે જ મારા ધ્યાનમાં આ ઘટના આવી હતી જે બાદ મે આ ઘટનાની તપાસ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટને સોંપી છે. ઝડપી તપાસ રિપોર્ટ મને સોંપવામાં આવે તેવા આદેશ આપ્યા છે.
આ પ્રકરણ પર બદાયૂંના પૂર્વ સાંસદ અને સપા નેતા ધર્મેન્દ્ર યાદવે કહ્યુ કે કેન્દ્ર અને પ્રદેશની દરેક યોજનામાં ભ્રષ્ટાચાર ખૂબ જ છે. ભાજપના લોકો જે પહેલા કહેતા હતા કે ખાઈશુ નહીં અને ખાવા દઈશુ નહીં. હુ વિશ્વાસથી કહી રહ્યો છુ કે આખી સિસ્ટમના લોકો ખાઈ પણ રહ્યા છે અને ભાજપના નેતાઓને ખવડાવી પણ રહ્યા છે.
આ પ્રકરણની તપાસના પ્રશ્ન પર તેમણે કહ્યુ કે જ્યારે મહિલા માઈક પર લાઈવ કહી રહી છે કે તેની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા છે તો તપાસ કઈ વાતની. આ મામલે તો કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યુ કે દરેક યોજનામાં દરેક લાભાર્થીની સાથે આ બધુ થઈ રહ્યુ છે.