અગ્રણી સીએસઆર, ફિલાન્થ્રોપિક અને નોન-પ્રોફિટ ક્ષેત્રે કામ કરતી શૈક્ષણિક સંસ્થાઓના જોડાણ દ્વારા શરૂ કરવામાં આવેલા એફએલએન (ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યૂમેરસી)માં શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપનારી પહેલ લિફ્ટએડનો લાભ સમગ્ર ભારતમાં ચાર મિલિયન બાળકો સુધી પહોંચાડવાનો ધ્યેય છે
મુંબઈ, 24 જાન્યુઆરી 2024: આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે ખાનગી ક્ષેત્ર અને સામાજિક આગેવાનો લિફ્ટએડ (એફએલએન ટુ ટ્રાન્સફોર્મ એજ્યુકેશન ઇન લર્નિંગ એન્ડ ઇનોવેશન) કાર્યક્રમ શરૂ કરવા માટે એકસાથે આવ્યા છે, આ કાર્યક્રમ ભારતમાં પાંચ વર્ષમાં ચાર મિલિયન બાળકોના જીવનમાં પરિવર્તન લાવશે. આ પરિણામો હાંસલ કરવા માટે તમામ ભાગીદારો સાથે મળીને કામ કરશે, લિફ્ટએડને ઊર્જા પૂરી પાડતું વૈવિધ્યસભર ગઠબંધન ભારતના શૈક્ષણિક પરિદૃશ્યને મજબૂત બનાવશે, યુવા ભારતની ક્ષમતાના દ્વાર ખોલશે અને લાખો લોકો માટે બહેતર જીવનની તકો વધારશે.
ભારત સરકારે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યૂમેરસી (એફએલએન)ને ‘શિક્ષણ માટેની તાકીદની અને આવશ્યક પૂર્વશરત’ તરીકે ઓળખાવી છે અને 2026-27 સુધીમાં 4-10 વર્ષની વયના દરેક બાળકને એફએલએન કૌશલ્યથી સજ્જ કરવા માટે 2021માં સીમાચિહ્નરૂપ નિપૂણ ભારત મિશન શરૂ કર્યું હતું. ભારતના શૈક્ષણિક લક્ષ્યોને આગળ વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ક્ષેત્ર અને લોકો તરફથી થતાં સહયોગાત્મક પગલાં ‘ઈમ્પેક્ટ મલ્ટીપ્લાયર’ તરીકે કામ કરી શકે છે તે ખાસિયતને સ્વીકારીને લિફ્ટએડ ભારતમાં એફએલએનની સ્થિતિ સુધારવા માટે શિક્ષણ નિષ્ણાતોનું એક જીવંત અને વૈવિધ્યસભર સંયોજન લાવી રહ્યું છે અને તેના માટે USD 20 મિલિયન (INR 166 કરોડ) એકત્ર કર્યા છે.
લિફ્ટએડ એટલાસિયન ફાઉન્ડેશન, બ્રિજ આઉટકમ્સ પાર્ટનરશિપ, બ્રિટિશ એશિયન ટ્રસ્ટ, મૈત્રી ટ્રસ્ટ, માઈકલ એન્ડ સુસાન ડેલ ફાઉન્ડેશન, રિલાયન્સ ફાઉન્ડેશન, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, યુબીએસ ઓપ્ટીમસ ફાઉન્ડેશન અને યુએસએઇડ જેવા સ્થાપક ભાગીદારો દ્વારા સંચાલિત છે. બ્રિટિશ એશિયન ટ્રસ્ટ પ્રોગ્રામ લીડર છે અને સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશન અને ડેલબર્ગ એડ્વાઇઝર્સ ડિઝાઇન અને તકનીકી ભાગીદારો છે.
એફએલએન સામાન્ય લખાણ વાંચવાની અને સમજવાની તથા ધોરણ ત્રણ સુધીમાં પાયાની ગણિતિક સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા તરીકે સ્વીકૃત છે, આ સમજ એક પાયાનો પથ્થર છે જેના પર બાળકની શીખવાની યાત્રાનું બંધારણ તૈયાર થાય છે. પાંચ વર્ષો દરમિયાન લિફ્ટએડની મહત્વાકાંક્ષા શાળામાં અને ઘરમાં એમ બંને જગ્યાએ શીખવાના આ અભિગમને મજબૂત બનાવવાની છે.
ધોરણ એકથી ત્રણના સરકારી સ્કૂલના બાળકોનું એફએલએન સ્તર સુધારવા માટે તેમને તાલીમ આપવા અને તેમની ક્ષમતામાં વધારો કરવા માટે લિફ્ટએડના ઓન-ગ્રાઉન્ડ એજ્યુકેશન પાર્ટનર્સ રાજ્ય સરકારો અને સ્કૂલ ફેસિલિટેટર્સ સાથે પાંચ પ્રદેશો (હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી એનસીઆર, ઉત્તર પ્રદેશ અને બિહાર)માં કામ કરી રહ્યા છે. વિશાળ સ્તરે પરિણામો હાંસલ કરવા માટે શિક્ષણને પ્રભાવિત કરતા હિતધારકો સાથે કામ કરવું મહત્વપૂર્ણ છે અને શૈક્ષણિક ભાગીદારો – કૈવલ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન, લેંગ્વેજ એન્ડ લર્નિંગ ફાઉન્ડેશન, પીપુલ અને પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન સાથે મળી સમગ્ર સિસ્ટમને બદલવાનો અભિગમ અપનાવાયો છે. જેમ કે, ટ્રેઇનિંગ બ્લોક અને જિલ્લા સ્તરના અધિકારીઓ, શાળાના આચાર્યો અને શિક્ષકો લિફ્ટએડને નિર્ધારિત સમયગાળા દરમિયાન વધુ બાળકોના જીવન પર સકારાત્મક અસર ઊભી કરવા માટે સક્ષમ બનાવે છે, કારણ કે તાલીમ પામેલો દરેક વ્યક્તિ વિદ્યાર્થીઓના ઘણા સમૂહ સુધી તેની અસર પહોંચાડી શકે છે.
સમાંતરે લિફ્ટએડ ભારતમાં ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે એફએલએનનું સ્તર સુધારવા માટે ડિજિટલ સોલ્યુશન્સ વિકસાવવા માટે એક એડટેક એક્સિલરેટર કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. આઠ નવીન ભાગીદારો – અમીરા લર્નિંગ, ચિમ્પલ, ઇઆઇ માઈન્ડસ્પાર્ક, પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન, રોકેટ લર્નિંગ, સીસેમ વર્કશોપ, થિંકઝોન અને ટોપ પેરન્ટ – સઘન પસંદગી પ્રક્રિયાને અનુસરીને એડટેક એક્સિલરેટરનો ભાગ બનવા માટે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ માળખાના તળિયાને કેન્દ્રમાં રાખીને ઉચ્ચ ગુણવત્તા અને વિષય સંબંધિત ઉકેલો વિકસાવવા માટે કામ કરી રહ્યા છે અને તેમને મેન્ટરશિપ, કેપેસિટ બિલ્ડિંગ વર્કશોપ્સ અને એક્સિલેટર થકી ફંડિંગ સહિતની મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
લિફ્ટએડનું સર્જન પરિણામ આધારિત મૂડીરોકાણ, સહયોગ, સ્તર, નવીનતા આપવા માટે તૈયાર કરાયું હોવાથી અને નરી આંખે જોઈ શકાય તેવા પરિણામો પર કેન્દ્રિત હોવાથી – તે તેના કેન્દ્રમાં બાળકો માટે પરિવર્તનશીલ અસરો ઊભી કરવા પર ભાર મૂકે છે.