એમવી માર્લિન લુઆન્ડા માટે આઈએનએસ વિશાખાપટ્ટનમ દેવદૂત બન્યું

Spread the love

નૌસેનાના ફાયર બ્રિગેડના 10 કર્મચારીઓી એક ટીમે 6 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો

નવી દિલ્હી

એડનની ખાડીમાં 27 જાન્યુઆરીએ એમવી માર્લિન લુઆન્ડા નામના જહાજ પર અચાનક આગ ફાટી નીકળી હતી અને જહાજના ક્રુ મેમ્બર્સ તમામ આશા છોડી ચુકયા હતા ત્યારે આ વિસ્તારમાં તૈનાત ભારતીય નૌસેનાના જહાજે અત્યંત ઝડપથી પહોંચીને આ જહાજની આગ બૂઝાવી હતી. 

એમવી માર્લિન લુઆન્ડાના કેપ્ટને કહ્યુ હતુ કે, મેં તો આ જહાજ બચશે તેવી આશા છોડી દીધી હતી પણ ભારતીય નૌસેના અમારા માટે દેવદૂત બનીને આવી હતી. કેપ્ટને ભારતીય નૌસેનાનો આભાર માન્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, એમવી માર્લિન લુઆન્ડા પર મિસાઈલ હુમલો થયો હતો અને તેના કારણે જહાજના એક હિસ્સામાં આગ ફાટી નીકળી હતી. 

દરમિયાન ભારતીય નૌસેનાના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, નૌસેનાના ફાયર બ્રિગેડના 10 કર્મચારીઓી એક ટીમે 6 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 

એમવી માર્લિન લુઆન્ડા એક તેલ ટેન્કર છે. તેના પર થયેલા મિસાઈલ હુમલા બાદ જહાજના કેપ્ટને મદદ માટેનો સંદેશો પ્રસારીત કર્યો હતો. તે વખતે એડનની ખાડીમાં પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય નૌસેનાના જહાજ આઈએનએસ વિશાખાપટ્ટનમ દ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો હતો. 

ભારતીય નૌસેનાનુ આ શક્તિશાળી જહાજ પૂરઝડપે ભડકે બળી રહેલા એમવી માર્લિન લુઆન્ડા પાસે પહોંચ્યુ હતુ અને તરત જ આગ બૂઝાવવાની કામગીરી શરુ કરી હતી. આ જહાજ પર 22 ભારતીય અને એક બાંગ્લાદેશી નાગરિક ક્રુ મે્મબર તરીકે તૈનાત હતા. 

ભારતીય નૌસેના દ્વારા આ સમગ્ર બચાવ કામગીરીનો એક વિડિયો પણ શેર કરવામાં આવ્યો છે. માલવાહક જહાજ એમવી માર્લિન લુઆન્ડાના કેપ્ટન અભિલાષ રાવતે કહ્યુ હતુ કે, હું ભારતીય નૌસેનાનો આભાર માનુ છું. અમે તો આગ સામે લડવાના તમામ હથિયાર હેઠા મુકી દીધા હતા. જોકે ઈન્ડિયન નેવીને મારી સેલ્યુટ છે. તેની ફાયર ફાઈટિંગ ટીમ આગ સામે લડવા માટે તરત જહાજ પર આવી ગયા હતા. 

ભારતીય નૌસેનાના પ્રવકતાનુ કહેવુ છે કે, અમે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. અમે તાજેતરમાં અમેરિકાના એક અને ફ્રાન્સના એક જહાજની પણ મદદ કરી હતી. આ જહાજોને હૂતી બળવાખોરોએ ટાર્ગેટ કર્યા હતા. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *