એરફોર્સ દ્વારા તેનો વિડિયો ફૂટેજ પણ જાહેર કરાયો છે, જેમાં આતંકીઓ નાસભાગ કરતા નજરે પડી રહ્યા છે, એરફોર્સ દ્વારા તેનો વીડિયો ફૂટેજ પણ જાહેર કરાયો
અબુજા
આફ્રિકન દેશ નાઈજીરિયામાં સક્રિય આતંકી સંગઠન બોકો હરામ છાશવારે હત્યાકાંડને અંજામ આપતુ હોય છે.
આ કટ્ટરવાદી સંગઠનને નાઈજીરિયાની એરફોર્સે મોટો ફટકો માર્યો છે. બોકો હરામના આશ્રયસ્થાનો પર નાઈજીરિયાની એરફોર્સે કરેલા હુમલામાં 100 જેટલા આતંકીઓના મોત થયા છે જ્યારે બીજા સેંકડો આતંકીઓ ઘાયલ થયા છે. એરફોર્સ દ્વારા તેનો વિડિયો ફૂટેજ પણ જાહેર કરાયો છે. જેમાં આતંકીઓ નાસભાગ કરતા નજરે પડી રહ્યા છે. વિડિયોમાં જોઈ શકાય છે કે, ઘણા લોકો ભાગી રહ્યા છે અને તે જ સમયે એક બિલ્ડિંગ બોમ્બમારામાં ધરાશયી થઈ જાય છે અને ભાગનારા ઘણા આ વિસ્ફોટમાં મોતને ભેટે છે.
એરફોર્સ કેટલાય સમયથી આતંકીઓના આશ્રયસ્થાનોની શોધ ખોળ ચલાવી રહી હતી. એ પછી તા. 9 થી 11 જૂન વચ્ચે સંખ્યાબંધ જગ્યાએ એર સ્ટ્રાઈક કરી હતી. નાઈજીરિયાની એરફોર્સ હજી પણ આ પ્રકારના હવાઈ હુમલા કરવાનુ પ્લાનિંગ કરી રહી છે.