ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ છે, કહેવાઇ રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી અશ્વિન ખટારીયાને સાઇડ લાઇન કરવામાં આવી રહ્યાં હતા
અમદાવાદ
રાજ્યમાં ફરી એકવાર કોંગ્રેસ તુટવાના સમાચાર સામે આવ્યા છે, જુનાગઢ જિલ્લાના કેશોદમાં કોંગ્રેસનો આંતરિક ડખો હવે છતો થયો છે. હાલમાં જ કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન ખટારીયાએ રાજીનામુ આપી દીધુ છે, જોકે, ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ છે. કહેવાઇ રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી અશ્વિન ખટારીયાને સાઇડ લાઇન કરવામાં આવી રહ્યાં હતા, તેમની પાસેથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદ પણ આંચકી લેવામાં આવ્યુ હતુ.
ગુજરાતમાં દરેક જિલ્લામાંથી એક પછી એક મોટા મોટા કોંગ્રેસી નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યાં છે. કેટલાય નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં સામેલ થઇ રહ્યાં છે, તો કેટલાક આંતરિક ડખાને લઇને પરેશાન છે. હાલમાં જુનાગઢ જિલ્લા કેશોદ તાલુકાના મોટા નેતા અશ્વિન ખટારીયાએ રાજીનામુ આપી દીધુ છે. આ સાથે જ હવે કેશોદ કોંગ્રેસમાં ભંગાણ શરૂ થયુ છે. આજે પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન ખટારીયાએ રાજીનામુ આપી દીધુ છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી દૂર કરાયાની નારાજગી સામે આવી છે. આ પહેલા મઢડા સોનલધામ ખાતે આઈ શ્રી સોનલ માં જન્મ શતાબ્દી મહોત્સવમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવ્યા ત્યારે પણ અશ્વિન ખટારીયાની અવગણના કરવામાં આવી હતી. રાજીનામા બાદ કાર્યકર્તાઓ સાથે અશ્વિન ખટારીયા બેઠક કરીને ભાજપમાં જોડાવા અંગે નિર્ણય લઇ શકે છે. અશ્વિન ખટારીયાના કોંગ્રેસમાંથી રાજીનામાને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.