બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરાઈ

Spread the love

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ

ગાંધીનગર

નાણાપ્રધાન કનુ દેસાઇ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યુ હતું. વિધાનસભા ગૃહમાં 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કરાયું છે. ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે. જ્યારે અન્ય કેટલીક યોજનાઓની પણ જાહેરાત કરાઈ છે.

મહિલાઓ-વિદ્યાર્થીનીઓ માટે થયેલી જાહેરાત

•          નમો શ્રી યોજનાની સગર્ભા અને ધાત્રી માતાઓ માટે જાહેરાત, જેના માટે 750 કરોડ રૂપિયાની કરાઈ ફાળવણી

•          નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, 10 લાખ વિદ્યાર્થીનીઓને મળશે લાભ, જેના માટે 1250 કરોડ રૂપિયાની કરાઈ ફાળવણી

•          ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજર રૂપિયા તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15 હજાર રૂપિયાની સહાય અપાશે

•          આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 25 હજારની સહાય મળવાપાત્ર થશે

•          ઘરેલું હિંસા-જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓની મદદ માટે 65 સેન્ટર કાર્યરત, 15 નવા સેન્ટર શરૂ થશે

•          ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેટળ વિધવા બહેનોને 2363 કરોડ રૂપિયાની જોગવાઈ

•          પૂરક પોષણ યોજના હેઠળ 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન

•          રાજ્યમાં 20 હજાર આંગણવાડીને સ્માર્ટ બનાવાશે

•          બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પુરું પાડવા 878 કરોડની જોગવાઈ

•          મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સર્ભા અને ધાત્રી માતાઓને 1 હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લીટર ખાદ્યતેલ અપાશે

•          વ્હાલી દિકરી યોજના હેઠળ સહાય અપવા 252 કરોડની જોગવાઈ

•          અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિની 61 હજાર કન્યાઓને મામેરા માટે 74 કરોડની જોગવાઈ

•          અંત્યોદય પરિવારોની 50 હજાર મહિલાઓ લખપતિ બનવા સમર્થ બને તે માટે 100 કરોડની જોગવાઈ

•          પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને પીએનજી-એલપીજી સહાય યોજનાના 38 લાખ લાભાર્થીઓને બે વખત વિનામૂલ્યે ગેસ સિલીન્ડર રિફીલિંગ કરી આપવા 500 કરોડની જોગવાઈ

•          આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફ્લેવર્ડ ફોર્ટીફાઈડ દૂધ આપવા માટે 132 કરોડની જોગવાઈ

•          પોષણ સુધા યોજના હેઠળ 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટ129 કરોડની જોગવાઈ

•          સુરતના નારી સંરક્ષણ કેન્દ્રના અદ્યતન અને નવીન સુવિધાઓ યુક્ત મકાનના બાંધકામ માટે 16 કરોડની જોગવાઈ

શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે થયેલી જાહેરાત

•          શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરાઈ

•          રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15 હજાર ઓરડાઓ બની રહ્યા છે

•          નવા 45 હજાર સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે

•          15 હજાર શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે

•          162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે

•          વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના માટે 250 કરોડની જોગવાઈ

•          મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 3000 કરોડ રુપિયાની જોગવાઈ

•          ધોરણ 9 થી 12ના એક લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સહાય માટે 260 કરોડની જોગવાઈ

•          પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રૂપિયાની જોગવાઈ

•          અનુસૂચિત જાતિ અને વિકસીત જાતિના 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 360 કરોડ

•          અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમશાળાના 1 લાખ વિદ્યાર્થીઓ માટે 335 કરોડ

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *