ઈડી દ્વારા ધરપકડ બાદ તમિલનાડુના વીજમંત્રીની તબિયત લથડી

Spread the love

પોલીસ કસ્ટડીમાં છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને ચેન્નઈની ઓમન્દુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા


ચેન્નાઈ
ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં દરોડા બાદ તમિલનાડુના વીજળી મંત્રી વી સેંથિલ બાલાજીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં અચાનક તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેને પગલે તેને ચેન્નઈની ઓમન્દુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગઈકાલે ઈડીએ બાલાજી અને કેટલાક અન્ય લોકોના પરિસરમાં દરોડા પાડ્યા હતા. ઈરોડ જીલ્લા અને બાલાજીની ઓફિસ ઉપરાંત, ઈડીએ તેના હોમ જીલ્લા કરુરમાં પણ દરોડા પાડ્યા હતા. પાંચ વર્ષમાં આ બીજી વખત છે જ્યારે કેન્દ્રીય તપાસ એજન્સી સાથે જોડાયેલા અધિકારીઓએ સચિવાલયની અંદર તપાસ હાથ ધરી છે. સીએમ એમકે સ્ટાલિને બાલાજી પર ઈડીની કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે સત્તાધારી ભાજપ પોતાના રાજકીય હરીફોને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. સ્ટાલિને એક નિવેદનમાં કહ્યું હતું કે ભાજપની જે લોકોનો રાજકીય રુપથી સામનો નથી કરી શક્તા તેમને પાછલા દરવાજાથી ડરાવવાની રાજનીતિ સફળ થશે નહીં. સમય નજીક આવી રહ્યો છે જ્યારે તેઓ પોતે અનુભવ કરશે. તેમણે કહ્યું કે બાલાજીએ તપાસમાં સંપૂર્ણ સહયોગનું વચન આપ્યું હતું, પરંતુ સચિવાલયમાં મંત્રીના રૂમની તલાશી લેવાની શું જરૂર હતી તે સમજાતું નથી.
સુપ્રીમ કોર્ટે પોલીસ અને ઈડીને બાલાજી સામે કથિત રોકડ-કૌભાંડની તપાસ કરવાની મંજૂરી આપી હતી. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ દરોડા પાડ્યા છે. બાલાજી રાજ્યના આબકારી વિભાગને પણ સંભાળે છે. ગત મહિને આવકવેરા વિભાગે બાલાજીના સહયોગીઓના ઘર પર પણ દરોડા પાડ્યા હતા. બાલાજીએ કહ્યું કે તેઓ જાણતા નથી કે અધિકારીઓ તેમના પરિસરમાં શું શોધી રહ્યા છે. તેમણે તપાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. બાલાજી અગાઉ એઆઈએડીએમકેમાં હતા અને સ્વર્ગસ્થ જયલલિતાની સરકારમાં પરિવહન મંત્રી તરીકે સેવા આપી હતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *