મુસ્લિમ સમુદાયની કોઈપણ વ્યક્તિ શરિયત એક્ટ હેઠળ કોઈ પણ ઘોષણા કર્યા વિના બાળકને દત્તક લઈ શકે છે

નવી દિલ્હી
દિલ્હીની એક કોર્ટે મુસ્લિમ પરિવારમાં બાળકને દત્તક લેવા પર અને સંપત્તિ પર તેના અધિકાર અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વિભાજનના એક કેસને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે, મુસ્લિમ સમુદાયની કોઈપણ વ્યક્તિ શરિયત એક્ટ હેઠળ કોઈ પણ ઘોષણા કર્યા વિના બાળકને દત્તક લઈ શકે છે અને તે બાળકનો સંપત્તિ પર સંપૂર્ણ અધિકાર રહેશે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રવીણ સિંહે નિર્ણય સંભળાવવા દરમિયાન કહ્યું કે, આવું કોઈપણ બાળકને દત્તક લેવું સામાન્ય કાયદા દ્વારા માન્ય ગણાશે નહીં કે મુસ્લિમ પર્સનલ લો અથવા શરિયત કાયદા દ્વારા નહીં. એક અહેવાલ પ્રમાણે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, આ બાળક દત્તક લેનારા માતા-પિતાનું કાયદેસર બાળક બની જશે.
જિલ્લા અદાલત મૃતક મુસ્લિમ વ્યક્તિ ઝમીર અહેમદના ભાઈ ઈકબાલ અહેમદ દ્વારા દાખલ કરવામાં આવેલ વિભાજનના કેસની સુનાવણી કરી રહી હતી. ઝમીરે એક પુત્ર દત્તક લીધો હતો પરંતુ ઈકબાલનું કહેવું છે કે, શરિયતના કાયદા પ્રમાણે તેના ભાઈનો કોઈ પુત્ર નથી. આવી સ્થિતિમાં સંપત્તિ પર તેના લોહીના સબંધો વાળા પરિવારનો સંપત્તિ પર અધિકાર હોવો જોઈએ. તેણે મુસ્લિમ પર્સનલ લો મુજબ કેસનો ઉકેલ લાવવાની માંગણી કરી હતી પરંતુ કોર્ટે ઈકબાલ અહેમદની માંગ ફગાવી દીધી અને કેસને પતાવી દીધો હતો.
ઝમીર અહેમદ અને પત્ની ગુલઝારો બેગમે મુસ્લિમ પર્સનલ લો હેઠળ કોઈ પણ ઘોષણા કર્યા વિના જ અબ્દુલ સમદ ઉર્ફે સમીર નામના પુત્રને દત્તક લીધો હતો. એડીજે પ્રવીણ સિંહે જણાવ્યું કે, દેશના પ્રચલિત કાયદા હેઠળ શરિયત છતાં એક મુસ્લિમ દંપત્તિ જેણે શરિયત કાયદાની કલમ 3 હેઠળ ઘોષણાપત્ર દાખલ નથી કર્યું તે એક બાળકને દત્તક લઈ શકે છે. જસ્ટિસ સિંહે 3 ફેબ્રુઆરીના ચુકાદામાં કહ્યું હતું કે, ભલે ઝમીર અહેમદનું 3 જુલાઈ 2008ના રોજ મૃત્યુ થઈ ગયુ હોય પરંતુ તેમનો દત્તક લીધેલો બાળક સંપત્તિનો કાયદેસર વારસદાર છે. વિધવા અને બાળકને એટલો જ અધિકાર મળશે જેટલો ભારતમાં એક પુત્ર અને પત્નીને પતિની સંપત્તિમાં અધિકાર હોય છે. તેના પર કોઈ પર્સનલ લો લાગુ નહીં થાય.