યુએસના અર્થતંત્ર પર સરેરાશ ઉંમર – દેવાનું વ્યાજ ભરવાનો ભાર

Spread the love

આગામી દસ વર્ષમાં અમેરિકાના દેવામાં 19 ટ્રિલિયનનો વધારો થવાનો અંદાજ

ન્યૂયોર્ક

અમેરિકા ભલે દુનિયાની સૌથી મોટી ઈકોનોમી ધરાવતો દેશ હોય, પરંતુ અમેરિકાની ઈકોનોમી જેટલી મોટી છે તેટલું જ તેના પર જંગી દેવું પણ છે.
બુધવારે અમેરિકાની નોનપાર્ટીસન કોંગ્રેસનલ બજેટ ઓફિસે વ્યક્ત કરેલા અંદાજ અનુસાર આગામી દસ વર્ષમાં અમેરિકાના દેવામાં 19 ટ્રિલિયનનો વધારો થવાનો અંદાજ છે, જેની સાથે જ દેશનું કુલ દેવું વધીને 54 ટ્રિલિયન ડોલર થઈ શકે છે. હાલ અમેરિકા પર 34 ટ્રિલિયન ડોલરનું દેવું છે.
અમેરિકાના દેવાનો આ આંકડો કેટલો જંગી છે તે જો સાદી ભાષામાં સમજવું હોય તો એવું કહી શકાય કે 1,000 અબજ બરાબર 1 ટ્રિલિયન ડોલર થાય. મતલબ કે અમેરિકા પર આગામી દસ વર્ષમાં જે કુલ દેવું હશે તેનો આંકડો 50,400 અબજ ડોલરને પહોંચશે. હવે જો આ રકમને આપ રૂપિયામાં કન્વર્ટ કરો તો કદાચ તમારૂં કેલ્ક્યુલેટર પણ હાંફી જશે.

અમેરિકાની ઈકોનોમી પર દેશની વસ્તીની વધી રહેલી સરેરાશ ઉંમર અને દેવાનું વ્યાજ ભરવાનો સૌથી મોટો ભાર છે. જોકે, રાહતની વાત એ છે કે અમેરિકાની સરકારે પોતાના ખર્ચામાં કાપ મૂકવાની સાથે દેશના અર્થતંત્રએ ધાર્યા કરતા વધુ વિકાસ કરતાં દેવું વધવાની ઝડપ થોડી ઓછી થઈ છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *