ગાંધીનગરમાં બિલ્ડર ગ્રુપના 27 સ્થળોએ આઈટીના દરોડા

Spread the love

પીએસવાય ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા, ઓફિસો અને નિવાસ્થાને તપાસ જારી

ગાંધીનગર

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બિલ્ડર ગ્રૂપ પર  આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. એકસાથે 27 જેટલા સ્થળે આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીએસવાય ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ ઓફિસો અને નિવાસ્થાને તપાસ કરી રહ્યા છે. 

ગુજરાતમાં અગાઉ પણ અનેક બિલ્ડરો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે ત્યારે આજે ગાંધીનગરમાં પીએસવાય બિલ્ડર ગ્રૂપ પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ આ દરોડાની કાર્યવાહી શરુ કરાઈ હતી. ગાંધીનગરના સેક્ટર 8 અને સેક્ટર 21 સહિતના 27 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા પડતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં પીએસવાય સૌથી મોટું બિલ્ડર ગ્રૂપ છે જેના પર આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે.

મળતી માહિતી મુજબ બંકિમ જોશી, નિલય દેસાઈ અને વિક્રાંત પુરોહિતની ઓફિસો અને નિવાસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે જે પીએસવાય ગ્રૂપના બિલ્ડર છે. હાલ આઈટીના અધિકારીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને ઓફિસો અને નિવાસ્થાને તપાસ કરી રહ્યા છે. આ સર્ચ ઓપરેશનમાં 100 કરતા પણ વધારે અધિકારીઓ જોડાયા છે. તપાસમાં મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી શક્યતા છે. 

અગાઉ વડોદરાના આજવા સયાજીપુરા પાસે જોય બાઈક ના બ્રાન્ડ નેમથી ઈ બાઈકનું ઉત્પાદન કરતી વોર્ડ વિઝાર્ડ કંપની ખાતે અને ભાઈલી સ્થિત દર્શનમ સ્પ્લેન્ડોરા ખાતે રહેતા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યતીન ગુપ્તે સહિત અન્ય ડિરેક્ટરોને ત્યાં આવકવેરા વિભાગની અલગ અલગ ટીમોએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *