ઈશાન સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની સી-કેટેગરીમાં છે, તેના બદલામાં તેને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે
નવી દિલ્હી
ઇશાન કિશન હાલ ભારતીય ટીમમાંથી બહાર છે. તેણે નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે ટી20આઈ સીરિઝ રમી હતી. આ પછી બીસીસીઆઈ સહિત ટીમ મેનેજમેન્ટને ઈશાન અને તેની આગામી યોજનાઓ વિશે કંઈ જ ખબર ન હતી. પરંતુ હવે ઈશાન મળી ગયો છે. મળેલા અહેવાલો મુજબ ઈશાન હાલમાં બરોડાની કિરણ મોરે એકેડમીમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે ઈશાન હવે સીધો આઈપીએલમાં રમતા જોવા મળશે. જો કે તેણે આ અંગે કોઈને કોઈ માહિતી આપી નથી. ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કોચ રાહુલ દ્રવિડ બંને ઈશાન વિશે કંઈ જાણતા નથી.
હાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ દ્રવિડને ઇશાન કિશન વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં દ્રવિડે કહ્યું, “ઈશાને પોતે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. વાપસીને લઈને પણ બધું ઇશાન પર જ નિર્ભર કરે છે. ટીમમાં વાપસી કરવા માટે ઇશાન કિશનને ડોમેસ્ટિક ક્રિકેટ રમવી પડશે.
https://466eb0e2cb004efe7f3ce95f0aeebfca.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html બીજી તરફ હાલ ભારતમાં રણજી ટ્રોફીની ટુર્નામેન્ટ રમાઈ રહી છે, જેમાં ઝારખંડ તરફથી રમનાર ઇશાન કિશન ટીમમાં દેખાઈ રહ્યો નથી. આવી સ્થિતિમાં બીસીસીઆઈ અને જેસીએને પણ ઇશાનની આગામી યોજના વિશે કંઈ ખબર નથી. ઇશાન ડોમેસ્ટિક ક્રિકેટ રમશે કે નહીં આ અંગે તેણે જેસીએને પણ કોઈ સુચના આપી નથી. પરંતુ આ દરમિયાન તે હવે બરોડામાં દેખાયો હતો. તે સતત ઝારખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાથી પણ ઇનકાર કરી રહ્યો છે. ઉપરાંત તે ભારતીય ટીમ મેનેજમેન્ટના સંપર્કમાં નથી.
આવી સ્થિતિમાં જો અહેવાલોનું માનીએ તો બીસીસીઆઈને ઈશાનનું આ વલણ પસંદ નથી આવી રહ્યું. આવી સ્થિતિમાં ઈશાન કિશનના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર પણ અસર પડી શકે છે. બીસીસીઆઈ તેને તેના કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરવા પર પણ વિચાર કરી શકે છે, કારણ કે તે લાંબા સમયથી ભારતીય ટીમથી દૂર છે. આ ઉપરાંત ડોમેસ્ટિક ક્રિકેટને પણ મહત્વ આપવામાં આવી રહ્યું નથી. જણાવી દઈએ કે હાલમાં ઈશાન સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની સી-કેટેગરીમાં છે. તેના બદલામાં તેને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે.