ભારતની જાસૂસી સંસ્થાઓએ તેના મોતની વાતને સમર્થન આપ્યું, એવી આશંકા હતી કે તેને ઝેર આપવામાં આવ્યુ છે પણ બ્રિટનના મેડિકલ રિપોર્ટમાં તેને બ્લડ કેન્સર હોવાની વાતનો ઉલ્લેખ કરાયો છે
લંડન
બ્રિટનમાં રહેતા ખાલિસ્તાન લિબરેશન ફોર્સ નામના સંગઠનના ચીફ અવતાર સિંહ ખાંડાનુ મોત થયુ છે.
પહેલા એવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે તેને ઝેર આપવામાં આવ્યુ છે પણ બ્રિટનના મેડિકલ રિપોર્ટમાં તેને બ્લડ કેન્સર હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભારતની જાસૂસી સંસ્થાઓએ તેના મોતની વાતને સમર્થન આપ્યુ છે. અવતારસિંહ બ્રિટનમાં ભારતના હાઈ કમિશન પર હુમલો કરવા પાછળ જવાબદાર હતો.
સૂત્રોનુ કહેવુ છે કે, તે બ્રિટનના બર્હિંગહામ શહેરની એક હોસ્પિટલમાં દાખલ હતો અને તેના શરીરમાંથી ઝેર પણ મળી આવ્યુ છે. અવતારસિંહ માટે કહેવાય છે કે, તેણે જ જેલમાં બંધ ખાલિસ્તાની અમૃતપાલસિંહને તૈયાર કર્યો હતો અને તેને ભારતમાં વારિસ પંજાબ દે. . સંગઠનના નેતા તરીકે મોકલ્યો હતો. જેણે પંજાબમાં બાદમાં કોહરામ મચાવ્યો હતો.
અવતાર સિંહને પોલીસે ભારતના હાઈ કમિશન પરથી તિરંગો ઉતારવાના ગુનામાં પકડ્યો હતો. ખાંડાએ યુવાઓને બોમ્બ બનાવવાની અને તેનો ઉપયોગ કરવાની પણ ટ્રેનિંગ આપી હતી.
બીજી તરફ અવતારસિંહની મદદથી જ 37 દિવસ સુધી અમૃતપાલ ભાગતો ફરતો રહ્યો હતો. ભારતની તપાસ એજન્સી એનઆઈએનુ કહેવુ હતુ કે, ભારત વિરોધી દેખાવો ભડકાવવાનો માસ્ટર માઈન્ડ અવતારસિંહ જ હતો. 2007માં તે બ્રિટનમાં ભણવા માટે ગયો હતો અને ત્યાં શરણાર્થી તરીકે રહેવા માંડ્યો હતો.
અવતારસિંહ ખાંડા બબ્બર ખાલસા સંગઠન માટે પણ કામ કરતો હતો. જેને દુનિયામાં બેન કરવામાં આવ્યુ છે.