ભારતમાં સ્વ-રોજગાર લોકોની કુલ સંખ્યા વર્ષ 2021માં 33.3 કરોડ હતી તેમ ગ્લોબલ ડેટાના રિપોર્ટમાં જણાવાયું છે. આ સંખ્યામાં વાર્ષિક 7%થી 8%નો વધારો થઈ રહ્યો છે, પરંતુ આટલો ઊંચો દર શા માટે જોવા મળી રહ્યો છે? સ્વ-રોજગારીના અનેક ફાયદા છે. તમે પોતે જ તમારા બોસ હોવ છો, તમે ઈચ્છો તે રીતે કામ કરી શકો છો અને તમારા વિકાસ માટેની અનંત સંભાવના હોય છે. જોકે, સ્વ-રોજગારીના પોતાના કેટલાક પડકારો પણ છે. તમે ફોર્મલ સેક્ટરમાં કામ કરતા ના હોવ તો એમ્પ્લોયર દ્વારા આપવામાં આવતા લાભો તમે મેળવી શકતા નથી. વધુમાં અનેક મોટી સંસ્થાઓ તેના કર્મચારીઓને જીવન રક્ષણનો લાભ આપે છે, જે સ્વ-રોજગાર વ્યક્તિ તરીકે તમે ગુમાવી શકો છો. પરીણામે અનેક લોકો આ મહત્વના સંરક્ષણ ટૂલ મુદ્દે સમાધાન કરી લે છે અને પોતાના માટે જીવન રક્ષણનો લાભ ખરીદતા નથી. તેનું કારણ શું હોય છે? તેઓ તેને જરૂરી નથી સમજતા અથવા તેઓપોતાને તેના માટે યોગ્ય નથી માનતા. જોકે, આ બંને બાબતો સત્યથી ઘણી દૂર છે.
પોલિસીબઝાર.કોમના ટર્મ ઈન્સ્યોરન્સના વડા ઋષભ ગર્ગે જણાવ્યું છે કે, ‘કેટલાક વર્ષ પહેલાં સુધી ટર્મ પ્લાન માટે નાણાકીય વીમાકરણ માર્ગદર્શિકા મુજબ ફોર્મ-16 અને કોર્પોરેટ પગાર સ્લિપ જેવા દસ્તાવેજો રજૂ કરવાની જરૂર પડતી હતી, જેના કારણે અનેક સ્વ-રોજગાર લોકો પોતે ઈચ્છે તો પણ ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદી શકે તેમ નહોતા. પરંતુ સતત વિકસતા વીમા ઉદ્યોગના પગલે છેલ્લા કેટલાક વર્ષોમાં આ ટ્રેન્ડ બદલાયો છે અને વધુ ને વધુ સ્વ-રોજગાર લોકો ટર્મ પ્લાન ખરીદીને તેમનું નાણાકીય ભાવી સુરક્ષિત કરવા સક્ષમ બની શક્યા છે. હવે ટર્મ પ્લાન ખરીદવા માટે આવક અને આઈટીઆરના પુરાવા ફરજિયાત જરૂરી નથી રહ્યા. કઈ બાબતે આ ફેરફારમાં યોગદાન આપ્યું છે? આજના સમયમાં ગ્રાહકની આવકનું મૂલ્યાંકન કરવા માટે ક્રેડિટ અને લોન ઈતિહાસ તથા વાહન માલિકીના ડેટા મારફત ખરીદીની તાકત મારફત ક્રેડિટપાત્રતા ચકાસવા માટેના પરંપરાગત માપદંડોના બદલે અનેક ડિજિટલ માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક વીમા કંપનીઓ હવે સ્વ-રોજગાર વ્યક્તિઓના કારોબારના વોલ્યુમનું નિરીક્ષણ કરવા માટે જીએસટી ડેટાબેઝનો ઉપયોગ કરે છે. ભારતના સ્વ-રોજગાર સેક્ટર દ્વારા લેવામાં આવેલું આ ખૂબ જ આવકારદાયક પગલું છે, જે આ સેગ્મેન્ટમાં જીવન વીમાના વધતા પ્રસારનો સ્પષ્ટ પુરાવો છે.’
સ્વ-રોજગાર લોકો સામાન્ય રીતે તેમના પોતાના પ્રયત્નોથી ઊપાર્જિત આવક પર નિર્ભર હોય છે અને તેમના મૃત્યુની કમનસીબ ઘટનાથી તેમના પર નિર્ભર લોકોની નાણાકીય સુરક્ષા જોખમમાં મુકાઈ જાય છે. આવા સમયે ટર્મ ઈન્સ્યોરન્સ પરિવારની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે અને પરિવારમાં કમાણી કરનાર મુખ્ય વ્યક્તિની ગેરહાજરીમાં તેમના આપ્તજનોને સુરક્ષિત રાખવાની ખાતરી આપે છે.
મોટાભાગના સ્વ-રોજગાર લોકો નાના કારોબારના માલિકો હોય છે અથવા ફ્રીલાન્સિંગ કામમાં રોકાયેલા હોય છે. તેમના નિધનના સંજોગોમાં લોન્સ, બાકી દેવાં અથવા કારોબારની જવાબદારીઓ તેમના પર નિર્ભર આપ્તજનો પર નોંધપાત્ર નાણાકીય બોજો ઊભો કરી શકે છે. પર્યાપ્ત કવરેજ સાથેનો એક ટર્મ પ્લાન આ નાણાકીય જવાબદારીઓને ઊઠાવી શકે છે.
ટર્મ ઈન્સ્યોરન્સ લમસમ ચૂકવણીની સુવિધા પૂરી પાડે છે, જે પરિવારની મુખ્ય કમાણી કરનાર વ્યક્તિ પર નિર્ભર લોકોને શિક્ષણનો ખર્ચ, મોર્ગેજની ચૂકવણી અથવા અન્ય નાણાકીય લક્ષ્ય જેવી મહત્વની બાબતો માટે ભંડોળ પૂરું પાડવામાં મદદ કરી શકે છે.
સ્વ-રોજગાર વ્યક્તિઓ ફોર્મલ સેક્ટરમાં કામ કરતા લોકો જેવા જ પ્લાન્સ મેળવી શકે છે. અને આ પ્લાન્સ નીચે મુજબ છે :
ટર્મ પ્લાન | મહત્વના ફીચર્સ |
લેવલ ટર્મ પ્લાન્સ | પોલિસીના સમયગાળા દરમિયાન નિશ્ચિત વીમા રકમવીમાધારકના નિધન પર નોમીનીને લાભ મળશે |
પ્રીમિયમ પ્લાન્સનું વળતર | પોલિસીની મુદતના સમય પછી પણ વીમાધારક જીવિત હોય તો તેને ચૂકવવામાં આવેલું કુલ પ્રીમિયમ પાછું અપાય છે. |
યુલિપ પ્લાન્સ | સંરક્ષણ અને રોકાણનો બેવડો લાભ, કારણ કે પ્રીમિયમ્સના ચોક્કસ ભાગનું બજારમાં રોકાણ કરવામાં આવે છે.ચૂકવાયેલા પ્રીમિયમ્સ પર બમણું વળતર ઓફર કરતા પ્લાન્સપરંપરાગત આવકના પુરાવાની જરૂર નથી |
ટર્મ પ્લાનમાં વધારો/ઘટાડો | વિવિધ તબક્કામાં વીમાધારકના લક્ષ્યાંકોને પૂરા કરવા પોલિસી સમય દરમિયાન વાર્ષિક ધોરણે વીમાની રકમમાં વધારો/ઘટાડો કરવાનો વિકલ્પ |
ટર્મ પ્લાન્સમાં વીમા રકમની વાત આવે છે ત્યારે એક સામાન્ય નિયમ તમારી વાર્ષિક આવકના 10xથી 20xની રકમ માટે વીમો લેવાનો છે. પરંતુ મોટી લોન, નોંધપાત્ર દેવું અથવા અનેક લોકો તેમના પર નિર્ભર હોય તેવા સંજોગોમાં કેટલાક લોકો લોકો ઊંચો મૃત્યુ લાભ પસંદ કરવા માગતા હોય છે.
ટર્મ પ્લાનની પસંદગી કરતા પહેલાં તમારી જરૂરિયાતો અને જવાબદારીઓનું મૂલ્યાંકન કરવાનું ભૂલશો નહીં. વધુમાં તમારા માટે કયો પ્લાન સૌથી સારો છે તે શોધવા માટે ઓનલાઈન સરખામણી ટૂલ્સનો ઉપયોગ કરો.