ત્રણેય મજૂરો મધ્યપ્રદેશના હોવાનું મનાય છે, અન્ય 6 મજૂરોને પણ જોરદાર ઝટકો વાગ્યો
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરથી એક મોટી દુર્ઘટનાના અહેવાલ મળી રહ્યા છે. અહીં બુબવાણા ખાતે વીજળીનો લટકતો વાયર ટ્રેક્ટર ટ્રોલીને અડી જતાં 3 મજૂરોને જોરદાર કરંટ લાગ્યો હોવાની ઘટના બની. જેમાં ત્રણેયના મોતના અહેવાલ છે. આ ત્રણેય મજૂરો મધ્યપ્રદેશના હોવાનું મનાય છે.
જોકે અન્ય 6 મજૂરોને પણ જોરદાર ઝટકો વાગ્યો હતો જેના લીધે તેઓ દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવાની સાથે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઘાયલોને વિરમગામ ખાતે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા.