ભારતના વડાપ્રધાન આજે અબુધાબીમાં હિન્દૂ મંદિરનું ઉદ્ધાટન કરશે
અબુધાબી
યુએઈમાં આવેલા પહેલા હિન્દૂ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબી પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીને ગાર્ડ ઑફ ઑનર અપાયું. સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને વડાપ્રધાન મોદીને ગળે લગાવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે દિવસીય યાત્રા પર યુએઈના પ્રવાસે પહોંચ્યા છે. 14 ફેબ્રુઆરીએ તેઓ અબૂ ધાબીમાં પહેલા હિન્દૂ મંદિરનું ઉદ્ધાટન કરશે. સાથે જ યૂએઈમાં રહેતા ભારતીય મૂળના લોકોને સંબોધિત પણ કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીયો ઉમટે તેવી શક્યતા છે. જોકે, આ કાર્યક્રમ પહેલા વરસાદે બધી મજા બગાડી દીધી છે. વરસાદના કારણે કાર્યક્રમનો સમય ઘટાડી દેવાયો છે.
સંયુક્ત અરબ અમીરાતમાં પહેલું હિન્દૂ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે. તેનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હાથે કરાશે. બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, યૂએઈનું પહેલું હિન્દ મંદિર છે. આ મંદિરને 900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયું છે. જેમાં 7 ગોપુરમ અને અને મૂર્તિઓને કલાકારીની સાથે બનાવાઈ છે. આ ન માત્ર દેશમાં સાંસ્કૃતિક વિવિધતાને બતાવે છે, પરંતુ ભારત અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચે સંબંધોને પણ મજબૂત બનાવવામાં ઘણુ મહત્વનું યોગદાન આપે છે. આ મંદિરમાં લગભગ 2000-5000 ભક્તોના મંદિરમાં આપવાની શક્યતા છે.
વડાપ્રધાન મોદી આજે દિલ્હીથી આબૂ ધાબી પહોંચશે. સાંજના સમયે તેઓ અહલાન મોદી કાર્યક્રમમાં ભાગ લેશે અને લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે અત્યાર સુધી 65 હજારથી વધુ લોકોએ બુકિંગ કરાવ્યું છે. આ કાર્યક્રમ અબૂ ધાબીના જાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં થવાનો છે. તેઓ યૂએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન અને ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન અને ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ સહિત કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન કેટલાક મુદ્દાઓ પર વાતચીત પણ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી(મંગળવાર) બે દિવસ સુધી યુએઈના પ્રવાસે રહેશે. 13 અને 14 ફેબ્રુઆરીએ જ્યારે વડાપ્રધાન યુએઈ જઈ રહ્યા છે તો એ નોંધાવું જોઈએ કે 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમની યુએઈની સાતમી મુલાકાત હશે. આ સિવાય છેલ્લા 8 મહિનાઓમાં વડાપ્રધાન ત્રીજી વખત મધ્ય પૂર્વના આ દેશમાં જઈ રહ્યા છે.