કોંગ્રેસે કર્માટકથી અજય માકન, તેલંગણાથી રેણુકા ચૌધરીને ટિકિટ આપી

Spread the love

મધ્યપ્રદેશથી અશોક સિંહ ને ઉમેદવાર બનાવ્યા, કર્ણાટકથી ડૉ. સૈયદ નસીર હુસૈન , જી.સી.ચંદ્રશેખરને રાજ્યસભાની ટિકિટ


નવી દિલ્હી
દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો ખાલી થવાની હોવાથી કોંગ્રેસ, ભાજપ સહિતના પક્ષોએ ઉમેદવારોના નામની જાહેરાતો કરવાની ધડાધડ શરૂઆત કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે આજે કર્ણાટક, મધ્યપ્રદેશ અને તેલંગાણામાંથી રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ કર્ણાટકમાંથી અજય માકન, ડૉ. સૈયદ નસીર હુસૈન , જી.સી.ચંદ્રશેખરને રાજ્યસભાની ટિકિટ આપી છે. જ્યારે મધ્યપ્રદેશથી અશોક સિંહ ને ઉમેદવાર બનાવ્યા છે. તેલંગાણાથી રેણુકા ચૌધરી અને એમ અનિલ કુમાર યાદવને ટિકિટ અપાઈ છે.
નોંધનીય છે કે ચૂંટણી પંચે દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી. પંચના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્ર દાખલ કરાશે અને 20 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી શકે છે, જ્યારે 27 ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી બંને હાથ ધરાશે. રાજ્યસભાના 50 સભ્યોનો કાર્યકાળ બે એપ્રિલે જ્યારે 6 સભ્યોનો કાર્યકાળ ત્રણ એપ્રિલે સમાપ્ત થતો હોવાથી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *