ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ્સ 319 રનમાં સમટ્યા બાદ ભારતે તેની બીજી ઈનિંગ્સમાં બે વિકેટના ભોગે 196 રન બનાવી લીધા હતા
રાજકોટ
રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજો દિવસ રમાયો હતો. બીજી ઇનિંગમાં ભારતે બે વિકેટના નુકસાને 196 રન બનાવ્યા છે. કુલદીપ યાદવ (3) અને શુભમન ગિલ (65) રન બનાવ્યા બાદ અણનમ રહ્યા હતા. ભારતને રોહિત શર્મા (19) અને રજત પાટીદાર (0)ના રૂપમાં બે ઝટકા લાગ્યા હતા. આ સાથે જ યશસ્વી જયસ્વાલે પોતાની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી.
આ પછી, તેણે કમરના દુખાવાના કારણે 104 રન બનાવીને નિવૃત્તિ લીધી. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 319 રન પર સમાપ્ત થયો હતો. પ્રથમ દાવના આધારે ટીમ ઈન્ડિયાને 126 રનની લીડ મળી હતી. જેના જવાબમાં ભારતે બીજી ઈનિંગમાં 196 રન બનાવ્યા છે અને હવે ભારતની કુલ 322 રનની લીડ છે.
અગાઉ ભારતના પ્રથમ ઈનિંગ્સનો પીછો કરતા પ્રવાસી ટીમની પ્રથમ ઈનિંગ્સ 319 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત માટે મોહમ્મદ સિરાજે ચાર, કુલદીપ યાદવ અન રવીન્દ્ર રજાડેજાએ બે-બે અને રવીચંદ્રન અશ્વિન અને જસપ્રિત બુમરાહે એક-એક વિકેટ લીધી હતી. બેન સ્ટોક્સ (41) ઈંગ્લેન્ડ માટે પાછળથી વિકેટ પર ટકવામાં સફળ રહ્યો હતો અન્ય તમામ સસ્તામાં ઉટ થઈ ગયા હતા.
ભારતની બીજી ઈનિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી અને પ્રથમ ઈનિંગ્સમાં શાનદાર સદી ફટકારનારો સુકાની રોહિત શર્મા માત્ર 19 રન બનાવીને રૂટની બોલિંગમાં એલબીડબલ્યુ આઉટ થઈ ગયો હતો. એ પછી ઓપનર યશસ્વી જયસ્વાલ અન શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા ટીમના જુમલાના 185 રને પહોંચાડ્યો હતો કે જ્યારે કમરના દુઃખાવાને લીધે યશસ્વી 104 રનના વ્યક્તિગત સ્કોર પર રિટાયર્ડ હર્ટ થયો હતો. એ પછી રજત પાટીદાર ખાતુ ખોલાવ્યા વગર હાર્ટલેના બોલે રેહાન અહેમદના હાથમાં ઝિલી ગયો હતો. શુભમન ગિલ 65 અને કુલદીપ યાદવ 3 રને રમતમાં હતા.