2016માં તેમને આ ક્ષેત્રમાં યોગદાન બદલ દેશના ચોથા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા
લખનઉ
ભારતના પ્રસિદ્ધ શેફ ઈમ્તિયાઝ કુરૈશીનું 93 વર્ષની વયે નિધન થઇ ગયું છે. તેમનો જન્મ 1931માં લખનઉમાં એક શેફ પરિવારમાં થયો હતો. નાની વયે કારકિર્દી શરૂ કરીને તેમણે દિલ્હીની બુખારા અને દમ પુખ્ત જેવી વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડ બનાવી હતી. કેન્દ્ર સરકારે 2016માં તેમને આ ક્ષેત્રમાં યોગદાન બદલ દેશનું ચોથું સૌથી મોટું નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
ઈમ્તિયાઝ કુરૈશીના નિધન અંગે શેફ કુણાલ કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે ભારે મન સાથે તમને પદ્મશ્રીથી સન્માનિત શેફ ઈમ્તિયાઝ કુરૈશીના નિધનના હચમચાવી મૂકે તેવા સમાચાર આપતાં ભારે દુઃખ થઈ રહ્યું છે જે આજે સવારે આ દુનિયાથી હંમેશા માટે વિદાય લઈ ચૂક્યા છે. તેમના નિધન પર શેફ રણવીર બરાડે પણ સંવેદના વ્યક્ત કરી હતી.