
બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (બીપીએ) ના સભ્યોને આઈપીએલ 2023ની પ્રથમ ક્વોલિફાયર ટીમ, ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને મળવાની અને જીવનભરની યાદો બનાવવાની તક મળી
અમદાવાદ
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકે ધ લીલા, ગાંધીનગર ખાતે એક અસાધારણ ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (બીપીએ) અને તાતા આઈપીએલ 2022ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સના સભ્યોને એકસાથે આવ્યાં હતાં. આ અસાધારણ મેળાવડાએ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકની સમાવેશકતા માટેની પ્રતિબદ્ધતા અને વિશેષ રૂપે, દિવ્યાંગ પ્રતિભાઓ માટેના તેના જુસ્સાનું ઉદાહરણ આપ્યું.
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકે બીપીએના સભ્યોને વૈભવી લીલા હોટેલમાં અનેરા આતિથ્યભાવ સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને સમગ્ર ઇવેન્ટ દરમિયાન તેમની હળવાશની અનુભૂતિ કરાવી. બેંકના આદરણીય સ્ટાફે પણ મહેમાનો સાથે વાર્તાલાપ કર્યો અને તેમને આઈપીએલ 2023ની પ્રથમ ક્વોલિફાયર ટીમ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ સાથે જોડાવવાની અનોખી તક આપી.
બીપીએના સભ્યો સાથે જોડાઈને ખુશી વ્યક્ત કરતાં ઈક્વિટાસ એસએફબીના હેડ-માર્કેટિંગ અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ વિગ્નેશ મુરલીએ જણાવ્યું હતું કે, “ઈક્વિટાસ ખાતે, અમે સમાવેશક વૃદ્ધિ તથા સામાજિક જવાબદારી પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને વ્યક્તિઓ અને સાહસોની નાણાંકીય જરૂરિયાતો પૂરી કરવા માટે સમર્પિત છીએ. અમે અમારા ગ્રાહકોને વિવિધ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે અનેકવિધ ઓફરિંગ દ્વારા હાલ બચત કરવા અને પછીથી ખર્ચ કરવા માટે પણ પ્રોત્સાહિત કરીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે અમે જે સમુદાયોમાં સેવા આપીએ છીએ તેમાં સકારાત્મક અસર બનાવવાની અમારી નીતિઓ આતિથ્યભાવની સાથે સાથે ફોટા અને વિડિયોઝ સાથે શેર કરેલી ખુશીની ક્ષણો અને યાદગાર શૂટિંગ સેશન દ્વારા પૂરી થઈ હતી.”
બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકની પહેલ માટે આભાર વ્યક્ત કર્યો હતો અને બેંકના અતૂટ સમર્થન અને યાદગાર તથા આનંદદાયક અનુભવ બનાવવામાં તેની ભૂમિકાને સરાહના કરી હતી.મુરલીના નિવેદનને સમર્થન આપતા, બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના પરિતોષ દવેએ જણાવ્યું હતું કે, “અમે અમારા મનપસંદ ક્રિકેટ સ્ટાર્સને મળવા અને સમય પસાર કરીને, ઓટોગ્રાફ મેળવવા માટે પણ રોમાંચિત હતા. આ કાર્યક્રમ અમારા જીવનમાં હંમેશ માટે એક યાદગાર સ્મૃતિ બની રહેશે કારણ કે તેણે અમારા હૃદય અને મન પર સંબંધની ભાવના સાથે અમીટ છાપ છોડી દીધી છે.”
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના સ્ટાફે મહેમાનોની સતત અદ્વિતીય કાળજી અને નમ્રતાભાવ દર્શાવ્યો હતો અને એક સ્વાદિષ્ટ રાત્રિભોજન સાથે સાંજનું સમાપન કર્યું. આ ઈવેન્ટે ન કેવળ બેંકની સર્વસમાવેશકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો, પરંતુ સમાજને વધુ સમાવિષ્ટ બનાવવા માટે તેના સમર્પણને પણ ઉજાગર કર્યું હતું.