Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

સોનિયા રાજસ્થાનથી, જેપી નડ્ડા ગુજરાતથી બિનહરિફ ચૂંટાયા

Spread the love

લોકસભામાં છ કાર્યકાળ પૂરા કર્યા બાદ ઉપલા ગૃહમાં સોનિયાનો આ પ્રથમ પ્રસંગ

નવી દિલ્હી

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા હતા. એક અધિકારીના હવાલાથી અહેવાલમાં જણાવાયું છે કે રાજસ્થાનમાંથી સોનિયા ગાંધી ઉપરાંત ભાજપના ચુન્નીલાલ ગરાસિયા અને મદન રાઠોડ રાજ્યમાંથી ઉચ્ચ ગૃહમાં બિનહરીફ ચૂંટાયા છે.

વિધાનસભા સચિવ મહાવીર પ્રસાદ શર્માને ટાંકીને જણાવાયું કે મંગળવારે નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. અન્ય કોઈ ઉમેદવાર ચૂંટણી લડતો ન હોવાથી ત્રણેય નેતાઓ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. આપને જણાવી દઈએ કે લોકસભામાં છ કાર્યકાળ પૂરા કર્યા બાદ ઉપલા ગૃહમાં સોનિયાનો આ પ્રથમ પ્રસંગ છે.

આ સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના અન્ય ત્રણ ઉમેદવારોને મંગળવારે ગુજરાતમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી હતી અને સત્તાધારી ભાજપના તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.

ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ખાલી પડેલી ચાર બેઠકો પર અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું ન હોવાથી, રિટર્નિંગ ઓફિસર રીટા મહેતાએ નડ્ડા સહિત ભાજપના ચારેય ઉમેદવારોને સંસદના ઉપલા ગૃહમાં બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. નડ્ડા ઉપરાંત રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયેલા અન્ય ત્રણ ઉમેદવારોમાં હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકિયા, ભાજપના નેતા જસવંતસિંહ પરમાર અને મયંક નાયકનો સમાવેશ થાય છે.

મધ્યપ્રદેશમાંથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જેમાં ભાજપના એલ મુરુગન, ઉમેશ નાથ મહારાજ, માયા નરોલિયા, બંશીલાલ ગુર્જરનું નામ સામેલ છે. સાથે જ કોંગ્રેસના અશોક સિંહને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે

રાજ્યસભાના સભ્યો મનમોહન સિંહ (કોંગ્રેસ) અને ભૂપેન્દ્ર યાદવ (ભાજપ)નો કાર્યકાળ 3 એપ્રિલે પૂરો થઈ રહ્યો છે. ત્રીજી બેઠક ભાજપના સાંસદ કિરોરી લાલ મીનાએ ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ડિસેમ્બરમાં ગૃહમાંથી રાજીનામું આપ્યા બાદ ખાલી પડી હતી. 200 સભ્યોની વિધાનસભામાં ભાજપના 115 અને કોંગ્રેસના 70 સભ્યો છે. રાજસ્થાનમાં રાજ્યસભાની 10 બેઠકો છે. પરિણામો બાદ કોંગ્રેસ પાસે છ અને ભાજપ પાસે ચાર સભ્યો છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *