ખેલાડીએ કથિત રીતે બે ખેલાડીઓને મેચ ફિક્સ કરવા ઉશ્કેર્યા હતા. કોર્ટે ત્રણ અઠવાડિયા પહેલા સેનાનાયાકેના વિદેશ જવા પર પણ પ્રતિબંધ મુક્યો હતો
કોલંબો
શ્રીલંકા ટીમના પૂર્વ ખેલાડી સચિત્રા સેનાનાયાકેની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સેનાનાયાકે પર વર્ષ 2020માં લંકા પ્રીમિયર લીગ દરમિયાન મેચ ફિક્સ કરવાની કોશિશ કરવાનો આરોપ લાગ્યો હતો. તેણે કથિત રીતે બે ખેલાડીઓને મેચ ફિક્સ કરવા ઉશ્કેર્યા હતા. કોર્ટે ત્રણ અઠવાડિયા પહેલા સેનાનાયાકેના વિદેશ જવા પર પણ પ્રતિબંધ મુક્યો હતો.
સેનાનાયાકેને ખેલ મત્રાલયની વિશેષ ઇન્ક્વાયરી કમિટી સામે આત્મસમર્પણ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ છે કે તેણે બે ખેલાડીઓથી મેચ ફિક્સ કરવા માટે ફોન દ્વારા સંપર્ક કર્યો હતો. ગયા મહિને આ મામલે કોલંબોની મુખ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી શરુ થતા સેનાનાયાકેના દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
મેચ ફિક્સિંગને લઈને પોતાના અપર લાગેલા આક્ષેપોને સેનાનાયાકે સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. શ્રીલંકા તરફથી સેનાનાયાકે વર્ષ 2012માં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. સેનાનાયાકે શ્રીલંકા માટે 49 વનડે મેચોમાં 35.35ના સરેરાશથી 53 વિકેટ લીધી છે. આ ઉપરાંત તેણે 24 T20 મેચોમાં 25 વિકેટ ઝડપી છે. શ્રીલંકા માટે તેણે માત્ર 1 ટેસ્ટ મેચ રમી છે.