બન્ને ખેલાડીઓએ રણજી ટ્રોફીમાં રમવાનું ટાળતાં હોઈ બીસીસીઆઈ કડક કાર્યવાહી કરવાનું હતું જે હાલ પુરતી ટાળવામાં આવી
નવી દિલ્હી
ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને મોટી રાહત મળી છે. ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી હટાવશે નહીં. આ પહેલા દાવો થયો હતો કે રણજી ટ્રોફી ન રમવાના કારણે શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ વાળા ખેલાડીઓની લિસ્ટથી હટાવવામાં આવશે પરંતુ અત્યાર સુધી બીસીસીઆઈએ બંને ખેલાડીઓ પર વધુ કડક કાર્યવાહી કરવાનું મન બનાવ્યુ નથી. તાજેતરમાં જ શ્રેયસ અય્યર અને ઈશાન કિશન અલગ-અલગ કારણોથી વિવાદોમાં આવ્યા છે.
ઈશાન કિશનના વિવાદોમાં આવવાની શરૂઆત દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જ થઈ ગઈ હતી. માનસિક આરોગ્યનો હવાલો આપીને ઈશાન કિશને દક્ષિણ આફ્રિકા પ્રવાસથી નામ પાછુ લઈ લીધુ. જે બાદ કિશનને અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યુ નહીં. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટ કરી દીધુ કે ઈશાન કિશનને વાપસી કરવા માટે પહેલા ઘરેલૂ ક્રિકેટ રમવાની હશે પરંતુ કિશને આ સલાહને માની નહીં.
કિશનના આ પગલા બાદ બીસીસીઆઈએ આકરુ વલણ અપનાવ્યુ. બીસીસીઆઈએ સ્પષ્ટ કરી દીધુ કે જે પણ નેશનલ કોન્ટ્રાક્ટ વાળા ખેલાડી છે તેઓ રણજી ટ્રોફીને અવગણી શકે નહીં. તેમ છતાં ઈશાન કિશને રણજી ટ્રોફીથી અંતર જાળવી રાખ્યુ.
આ પ્રકારની રીત શ્રેયસ અય્યર તરફથી અપનાવવામાં આવી. અય્યરને બીજી ટેસ્ટ બાદ ટીમ ઈન્ડિયાથી ડ્રોપ કરવામાં આવ્યો પરંતુ અય્યરે ટીમથી બહાર થયા બાદ રણજી ટ્રોફી ન રમવા માટે ઈજાગ્રસ્ત થવાનું બહાનું બનાવ્યુ. નેશનલ ક્રિકેટ એકેડેમીએ સ્પષ્ટ કર્યુ કે અય્યર રમવા માટે બિલકુલ ફિટ છે. આ જ કારણોના કારણે અય્યર પણ વિવાદોમાં આવી ગયા. જોકે અત્યાર માટે આ બંને ખેલાડી બીસીસીઆઈની કાર્યવાહીથી બચી ગયા છે.