વિશાખાપટ્ટનમમાં ફ્લોટિંગ બ્રિજ ઉદ્ઘાટનના 24 કલાકમાં પાણીમાં તણાઈ ગયો

Spread the love

આ પૂલ સમુદ્રમાં ઉતરવા માટે અથવા પુલ ઉપર ઉભા રહી સમુદ્રનું અદ્ભુત દર્શન કરવા માટે રચવામાં આવ્યો હતો

વિશાખાપટ્ટનમ

આંધ્ર પ્રદેશની એક આશ્ચર્યજનક ખબર આવી છે. વિશાખાપટ્ટનમ્માં એક ફ્લોટિંગ બ્રિજનું ઉદ્ધાટન શાસક પક્ષ વાય.એસ.આર.સી.પી.ના સાંસદ વાય-વી.સુબ્બા રેડ્ડીએ કર્યું હતું, તે બ્રિજ 24 કલાકમાં જ પાણીમાં તણાઈ ગયો. આ બ્રીજ બનાવવામાં 1.6 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જો કે આ સારીવાત તે છે કે આ ઘટનામાં કોઇનું નિધન થયું ન હતું.

વાસ્તવમાં આ પૂલ સમુદ્રમાં ઉતરવા માટે અથવા પુલ ઉપર ઉભા રહી સમુદ્રનું અદ્ભુત દર્શન કરવા માટે રચવામાં આવ્યો હતો. પરંતુ માત્ર 24 કલાકમાં જ તે ખતમ થઇ જતાં વિપક્ષોએ વિધાનસભામાં અને બહાર પણ ભારે હંગામા મચાવી દીધા હતા. ગૃહના વિપક્ષી નેતા, એન.ચંદ્રાબાબુ નાયડુએ લોકોના જાન જોખમમાં નાખવાનો સરકાર ઉપર આક્ષેપ કર્યો હતો. તેઓએ પોતાનાં X હેન્ડલ ઉપર લખ્યું કે જગન રેડ્ડીનાં દરેક કાર્યો ભ્રષ્ટાચારથી જ ભરેલાં છે. પરંતુ હવે ભ્રષ્ટાચારનો ભાર એટલો વધી ગયો છે કે તે સહન થઇ શકે તેમ નથી. તેનું આ તરતો પૂલ દેખીતું ઉદાહરણ છે. ૨૪ કલાકમાં જ આ તરતો પૂલ જે બધા માટે અનુકુળ કહેવાતો હતો, તે (પાણીમાં) ખેંચાઈ ગયો.

જો કે સરકારે ગૃહમાં એવો જવાબ આપ્યો હતો કે પૂલનું  T પોઇન્ટ બ્રિજથી છુટું પડી જતાં આ ઘટના સર્જાઈ હતી. આશ્વાસનની વાત તે છે કે પૂલ તૂટયો તે સમયે પૂલ ઉપર કોઈ ઉપસ્થિત ન હતું. પરંતુ વહેલામાં વહેલી તકે આશરે ૨૪ કલાકમાં જ પૂલનું સમારકામ થઇ જશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *