સ્વદેશી વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ

Spread the love

વીએસએચઓઆરએડીએસનું વજન 20.5 કિલોગ્રામ હોય છે, તેની લંબાઈ 6.7 ફૂટ છે અને વ્યાસ 3.5 ઈંચ છે, તે પોતાની સાથે 2 કિલોગ્રામ વજનનું હથિયાર લઈ જઈ શકે છે

નવી દિલ્હી

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) એ 28 અને 29 ફેબ્રુઆરીના રોજ ઓડિશાના દરિયાકાંઠે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર) ચાંદીપુર ખાતે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

આ એર ડિફેન્સ સિસ્ટમ રશિયાના એસ-400ની જેમ જ છે. આ મિસાઈલની સ્પીડ એર ડિફેન્સ સિસ્ટમના હિસાબે શ્રેષ્ઠ છે. તેનાથી દુશ્મનના યાન, વિમાન, હેલિકોપ્ટર અને ડ્રોનને ભાગવાની કે બચવાની તક નહીં મળે. 

વીએસએચઓઆરએડીએસનું વજન 20.5 કિલોગ્રામ હોય છે. તેની લંબાઈ 6.7 ફૂટ છે અને વ્યાસ 3.5 ઈંચ છે. તે પોતાની સાથે 2 કિલોગ્રામ વજનનું હથિયાર લઈ જઈ શકે છે. તેની રેન્જ 250 મીટરથી 6 કિલોમીટર છે. તે મહત્તમ 11,500 ફૂટ સુધી જઈ શકે છે. મહત્તમ ઝડપ મેક 1.5 એટલે કે પ્રતિ કલાક 1800 કિ.મી. છે. અગાઉ તેનું પરીક્ષણ ગત વર્ષે માર્ચમાં અને 2022માં 27 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું.

વીએસએચઓઆરએડીએસને જમીન પર સ્થિત મેન પોર્ટેબલ લોન્ચરથી છોડવામાં આવ્યુ હતુ. એટલે કે કોઈપણ તેને સરળતાથી કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકે છે અને તેને છોડી શકે છે. પછી ભલે તે ચીનની સરહદે આવેલા હિમાલયના પર્વતો હોય કે પછી પાકિસ્તાનને અડીને આવેલી રણની સરહદ હોય. તેનાથી વિમાન, ફાઈટર જેટ, હેલિકોપ્ટર, મિસાઈલ કે ડ્રોનને નીચે પાડી શકાય છે.

વીએસએચઓઆરએડીએસ મૂળભૂત રીતે એક ટૂંકા અંતરની ઈન્ટરસેપ્ટર મિસાઈલ છે. જેમ રશિયાની એસ-400 એર ડિફેન્સ સિસ્ટમની છે. ખાસ વાત એ છે કે આ એર સિક્યોરિટી સિસ્ટમ દેશમાં જ વિકસાવવામાં આવી છે. તેને બનાવામાં ડીઆરડીઓની મદદ હૈદરાબાદ સ્થિત રિસર્ચ સેન્ટર બિલ્ડિંગે કરી છે.

આ મિસાઈલમાં અનેક પ્રકારની નવી આધુનિક ટેક્નોલોજી લગાવવામાં આવી છે. જેમ કે- ડ્યુઅલ બેન્ડ આઈઆઈઆર સીકર, મિનિએચર રિએક્શન કંટ્રોલ સિસ્ટમ, ઈન્ટીગ્રેટેડ એવિઓનિક્સ. તેની પ્રોપલ્શન સિસ્ટમ ડ્યુઅલ થ્રસ્ટ સોલિડ મોટર છે જે તેને ઝડપી ગતિ પૂરી પાડે છે. આ મિસાઈલનો ઉપયોગ ભારતીય સેના એન્ટી-એરક્રાફ્ટ વોરફેરમાં કરી શકે છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના સફળ પરીક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સફળતા પર તેમણે કહ્યું કે આ નવી લેટેસ્ટ ટેક્નોલોજી ભારતના સુરક્ષા દળોને વધુ મજબૂત કરશે. તેનાથી ભારતની તાકાતમાં વધુ વધારો થશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *