આધારમાં વિગતો મફતમાં સુધારવાની મુદત વધારીને 14 સપ્ટેમ્બર કરાઈ

Spread the love

મફતમાં માહિતી અપડેટ https://myaadhaar.uidai.gov.in પર ઓનલાઇન થવું પડશે અને સીએસસી પરના અપડેટ્સ પર હંમેશની જેમ 25 રૂપિયા લેવામાં આવશે


નવી દિલ્હી
આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ જેવી માહિતી અપડેટ કરનારા યુઝર્સ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આધાર ડિટેલ્સ ફ્રીમાં અપડેટ કરવાની તારીખ 14મી જૂનથી વધારીને 14મી સપ્ટેમ્બર 2023 કરી દેવામાં આવી છે. એટલે કે હવે તમે આગામી 3 મહિના સુધી આધારની ડિટેલ ફ્રીમાં અપડેટ કરી શકો છો. તમે 14મી સપ્ટેમ્બર, 2023 સુધી તમારી ઓળખના પુરાવા અને સરનામાના દસ્તાવેજોના પુરાવાને ઓનલાઇન અપડેટ અને અપલોડ કરી શકો છો. આ પહેલાં આ તારીખ 14મી જૂન 2023 નકકી કરવામાં આવી હતી.
આ રીતે કરી શકશો મફતમાં માહિતી અપડેટ https://myaadhaar.uidai.gov.in પર ઓનલાઇન થવું જોઈએ અને સીએસસી પરના અપડેટ્સ પર હંમેશની જેમ 25 રૂપિયા લેવામાં આવશે. આધાર કાર્ડ હોલ્ડરને કોઈપણ દસ્તાવેજને અપડેટ કરવા માટે હવે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી. જોકે, આ ડિસ્કાઉન્ટ ઓનલાઇન અપડેટ કરવા પર જ મળશે. પોર્ટલ એક્સેસ કરવા માટે, તમારે આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબરની જરૂર પડશે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલેલા ઓટીપીનો ઉપયોગ કરીને જ તમે તમારા આધારમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકશો. આધારને અપડેટ કરવા માટે યુઝર્સે ઓળખનો પુરાવો અને એડ્રેસનો પુરાવો આપવો પડશે. આ બંને દસ્તાવેજો myaadhaar.uidai.gov.in પર અપલોડ કરવાના રહેશે. હાલ તો આ સુવિધા વિના મૂલ્યે આપવામાં આવે છે. આ પહેલા આધાર પોર્ટલ પર તમારા ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે 50 રૂપિયા આપવા પડતા હતા.
કંઈક આવી છે આધારને અપડેટ કરવાની પ્રક્રિયા
– સૌથી પહેલાં તો તમારે મોબાઈલ કે લેપટોપથી UIDAIની વેબસાઈટની ઓપન કરવી પડશે
– ત્યાર પછી આધાર નંબર લખવો કરવો પડશે
– આધાર નંબર આપ્યા બાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર એક ઓટીપી આવશે આ ઓટીપી વેરિફિકેશન કરવાનું રહેશે.
ત્યાર બાદ તમારે ડોક્યુમેન્ટ અપડેટ પર ક્લિક કરીને વેરિફાઈ કરવા પડશે
– હવે તમારે આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફની એક નકલ અપલોડ કરવાની રહેશે
– આ રીતે આધાર અપડેટની રિક્વેસ્ટ સબમિટ કરીને આધાર સ્ટેટસ અપડેટ મળશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *