પાછલાં વર્ષે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જગ્યાએ વડા પ્રધાન સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું, ત્યાર બાદ માત્ર એક જ વર્ષમાં આ નિર્ણય લેવામાં આવ્યો
નવી દિલ્હી
વિરોધી પક્ષ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી વારંવાર ઇતિહાસ બદલવો, નામ બદલીને કોંગ્રેસનું નામોનિશાન મટાવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પંડિત જવાહરલાલ નહેરુ જ્યાં છેલ્લે સુધી રહેતાં હતાં તે વાસ્તુમાંથી જ પંડિત નેહરુંનું નામ કાઢી નાંખવામાં આવ્યું છે. ત્યારે હવે આ મુદ્દે રાષ્ટ્રીયસ્તરે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેક પ્રતિઆક્ષેપનું રાજકારણ શરુ થવાની શક્યાઓ વર્તાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે પાછલાં વર્ષે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જગ્યાએ વડા પ્રધાન સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ માત્ર એક જ વર્ષમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજધાની દિલ્હીમાં તીન મૂર્તી કોમ્પલેક્સમાં પંડિત જવાહરલાલ નેહરુ દેશના પહેલાં વડા પ્રધાન બન્યા બાદ રહેતાં હતાં. આગળના 16 વર્ષ સુધી નેહરુ ત્યાં જ રહ્યાં હતાં. એ પહેલાં આ નિવાસ સ્થાન ભારતના કમાંડર ઇન ચિફનું હતું. 27મી મે 1964ના રોજ પંડિત જવાહરલાલ નેહરુનું નિધન થયા બાદ તત્કાલીન કેન્દ્ર સરકારે આ નિવાસ સ્થાન પંડિત નેહરુને જ સમર્પિત કરી તે જગ્યાએ તેમનું સંગ્રહાલય અને ગ્રંથાલય શરુ કર્યું. નેહરુની 75મી જન્મ જયંતી નિમિત્તે એટલે કે 14મી નવેમ્બર 1964ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતી એસ. રાધાકૃષ્ણનને તીન મૂર્તી હાઉસ નેહરુને સમર્પિત કર્યું અને એ જગ્યાએ એમના સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું. બે વર્ષ બાદ એટલે કે 1966માં તેના મેનેજમેન્ટ માટે નેહરુ મેમમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી સોસાયટીની સ્થાપના કરવામાં આવી.
દરમીયાન હવે આ મ્યુઝિયમને આપવામાં જવાહરલાલ નેહરુનું નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક વર્ષ પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં વડા પ્રધાન સંગ્રહાલયનું ઉદઘાટન કર્યુ હતું. નેહરુથી માંડીને મોદી સુદી તમામ વડા પ્રધાનની માહિતી, દસ્તાવેજો, ફોટો વગેરે આ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. આ કારણસર હવે આ મયુ્ઝિયમમાંથી નેહરુનું નામ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની જગ્યાએ હવે આ મ્યુઝિયમ પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ સોસાયટી ના નામે ઓળખાશે.
આ સોસોયટીના અધ્યક્ષ જાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સોસાયટીના ઉપાધ્યક્ષ છે. ઉપરાંત અન્ય 29 સદસ્યોમાં કેન્દ્રય ગૃહ પ્રધાન અમિત શાહ, ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ, સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર, ધર્મેન્દ્ર પ્રધાન જેવા અનેક નામો છે.
આ અંગે જાહેર કરવામાં આવેલ નિવેદનમાં ઉપાધ્યક્ષ રાજનાથ સિંહે આ અંગેની ભૂમિકા સ્પષ્ટ કરતાં કહ્યું કે, આ સોસાયટીના નવા રુપમાં પંડિત જવાહરલાલ નેહરુથી માંડીને નરેન્દ્ર મોદી સુધી દેશના તમામ વડા પ્રધાનની જાણકારી આપવામાં આવી છે. ઉપરાંત તેમને તેમના કાર્યકાળ દરમિયાન જે પડકારો આવ્યા છે તેની માહિતી પણ આપવામાં આવી છે. વડા પ્રધાન માત્ર એક પદ નહીં પણ એક આખી સ્વતંત્ર સંસ્થા છે. કોઇ પણ ઇન્દ્ર ધનુષ્ય સુંદર દેખાય એ માટે તેનામાં રહેલ તમામ રંગોનું સમાન પ્રતિનિધિત્વ હોવું આવશ્ક છે. એમ રાજનાથ સિંહે જણાવ્યું હતું.