અમદાવાદ
IACC ગુજરાત બ્રાન્ચે અમદાવાદના સાણંદ ખાતે ગ્લેડ વન કન્ટ્રી ગોલ્ફ કોર્સ ખાતે ગ્રીન ગોલ્ફ ટુર્નામેન્ટ 2024નું આયોજન કર્યું હતું.
જેમાં લો હેન્ડિકેપ કેટેગરીમાં પારસ અડુકિયા અને હાઈ હેન્ડિકેપ કેટેગરીમાં અમરનાથ ઝા વિજેતા રહ્યા હતા. મહિલા સ્પર્ધામાં મિનોતી સિંહ વિજેતા રહી હતી. લો હેન્ડિકેપ કેટેગરીમાં પ્રતિક પટેલ અને હાઈ હેન્ડિકેપ કેટેગરીમાં જયેશ પરિખ રનરઅપ રહ્યા હતા. મહિલા કેટેગરીમાં મેયુક કીમ રનરઅપ રહી હતી. IACC ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત ગોલ્ફ ગ્રીન ટુર્નામેન્ટમાં પ્રેમ કપુરે આઈલેન્ડ ચેલેન્જ જીતી હતી.
આ ટુર્નામેન્ટમાં સીઈઓ, એરફોર્સ, નેવી, આવકવેરા વિભાગના અગ્રણીઓ સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાંથી ગોલ્ફના ચાહકોએ ગોલ્ફ કોર્સ પર તેમની કુશળતા દર્શાવતા ભાગ લીધો હતો.
IACC નેશનલના પ્રેસિડન્ટ શ્રી પંકજ બોહરા આ ટુર્નામેન્ટના અતિથિ વિશેષ રહ્યા હતા. જ્યારે કાઉન્સિલ મેમ્બર શ્રી હિમાંશુ વ્યાસના હસ્તે વિજેતાઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
IACC ગુજરાત બ્રાન્ચના ચેરપર્સન કુસુમ કૌલ વ્યાસે જણાવ્યું હતું કે, “અમે ગુજરાતમાં પ્રથમ વખત આ ગોલ્ફ ટૂર્નામેન્ટનું આયોજન કરવા બદલ ઉત્સુક છીએ. જેમાં સભ્યો અને ગોલ્ફ ઉત્સાહીઓને ખેલદિલીની ભાવના સાથે એક મંચ પર એકત્ર કરે છે. આ ટુર્નામેન્ટમાં માત્ર મજબૂત આકરી સ્પર્ધાને પ્રોત્સાહન જ નહિં, પરંતુ ગોલ્ફ સમુદાયને વધુ મજબૂત બનાવવાના સાધન તરીકે સેવા આપી છે.”
ઈન્ડો-અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ના ગુજરાત બ્રાન્ચ ભારત અને યુએસ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ અગ્રણી ચેમ્બર છે, તેના સભ્યો માટે રવિવારે રોમાંચક ગોલ્ફ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું.