Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

પૂર્વોત્તરના મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં સીએએ લાગુ નહીં થાય

Spread the love

સીએએ કાયદો જ્યાં દેશના અન્ય ભાગોમાં રહેતા લોકોને મુસાફરી માટે ‘ઇનર લાઇન પરમિટ’ની જરૂર હોય ત્યાં આ કાયદાનો અમલ નહીં થાય

નવી દિલ્હી

આગામી લોકસભા ચૂંટણીની તારીખોની થોડા જ દિવસોમાં જાહેરાત થઈ શકે છે. તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા  સોમવારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) સત્તાવાર રીતે લાગુ કરી દીધો છે. સીએએ લાગુ થવાથી ભારતના ત્રણ પાડોશી દેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે. જો કે કેટલાક રાજ્યોને આ કાયદાના દાયરાથી બહાર રાખવામાં આવ્યા છે અને તેમને સીએએમાંથી મુક્તિ મળી છે.

એક એજન્સીના જણાવ્યા અનુસાર, પૂર્વોત્તર રાજ્યોના મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં સીએએ લાગુ કરવામાં આવશે નહીં. તેમાં બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ વિશેષ દરજ્જો આપવામાં આવેલ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. વધુ માહિતી મુજબ, સીએએ કાયદો તે તમામ પૂર્વોત્તર રાજ્યોમાં લાગુ કરવામાં આવશે નહીં જ્યાં દેશના અન્ય ભાગોમાં રહેતા લોકોને મુસાફરી માટે ‘ઇનર લાઇન પરમિટ’ (આઈએલપી)ની જરૂર હોય છે.

આઈએલપી અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરમાં પણ લાગુ છે. અધિકારીઓએ નિયમોને ટાંકીને કહ્યું કે આદિવાસી વિસ્તારો જ્યાં બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ સ્વાયત્ત કાઉન્સિલની રચના કરવામાં આવી છે તેને પણ સીએએના દાયરામાં બહાર રાખવામાં આવ્યા છે. આસામ, મેઘાલય અને ત્રિપુરામાં આવી સ્વાયત્ત કાઉન્સિલ છે.

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવનારા બિન-હિંદુઓએ પહેલા પોતાને આ ત્રણમાંથી કોઈપણ દેશના રહેવાસી તરીકે સાબિત કરવું પડશે. આ માટે તેણે પોતાનો પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્ર, ત્યાંની સરકાર દ્વારા જારી કરાયેલ કોઈપણ પ્રકારનું પ્રમાણપત્ર અથવા લાયસન્સ, જમીનના દસ્તાવેજો અને આવા કોઈપણ દસ્તાવેજો બતાવવાના રહેશે જેથી સાબિત કરી શકે કે તેઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા અફઘાનિસ્તાનમાંથી બિન-મુસ્લિમ શરણાર્થી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *