બીજી યાદીમાં ગુજરાત સિવાય તેમાં રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, દીવ-દમણ અને આસામના ઉમેદવાર પણ સામેલ
નવી દિલ્હી
લોકસભા ચૂંટણીની ટૂંક સમયમાં જાહેરાત થવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવાઈ હતી. કોંગ્રેસે પહેલી યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, પરંતુ તેમાં ગુજરાતમાંથી એકપણ ઉમેદવાર જાહેર કરાયા ન હતા. હવે કોંગ્રેસ દ્વારા બીજા 43 ઉમેદવારની જાહેરાત કરાઈ છે, જેમાં ત્રણ વર્તમાન ધારાસભ્ય પણ સામેલ છે. ગુજરાત સિવાય તેમાં રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, દીવ-દમણ અને આસામના ઉમેદવાર પણ સામેલ છે.
આ પહેલા ભાજપે પહેલી યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં 15 ઉમેદવાર ગુજરાતના હતા. આ પૈકી ભાજપે 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે.
જાણો ગુજરાતમાં કોને ટિકિટ મળી
કોંગ્રેસે બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના નામ આ પ્રમાણે છે.
અમદાવાદ પૂર્વ- રોહન ગુપ્તા
અમદાવાદ પશ્ચિમ- ભરત મકવાણા
બનાસકાંઠા – ગેનીબેન ઠાકોર
વલસાડ- અનંત પટેલ
બારડોલી- સિદ્ધાર્થ ચૌધરી
પોરબંદર- લલિત વસોયા
કચ્છ- નીતિશ લાલન
દીવ-દમણ- કેતન પટેલ