અમદાવાદ
ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કંટ્રી ક્લબ ખાતે M.P. ફાયનાન્સ સર્વિસિસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડર અંતર્ગત ચેમ્પિયન્સ ફેમિલી 2024નું આયોજન કરાયું હતું. જેમાં 26 ગોલ્ફર્સે ભાગ લીધો હતો.
બે દિવસીય આ ટુર્નામેન્ટમાં પિતા-પુત્ર, ભાઇ-બહેન અને દાદા-પૌત્રની જોડી સામ સામે રમી હતી. સુખદેવ સિંહ પાનેસર તેમના પુત્ર અવતાર સિંહ અને પૌત્ર દેવજીત સિંહ પાનેસર સાથે રમ્યા હતા. જુહી માવાણી તેમના ભાઇ મીત અને પિતા ડો. સિદ્ધાર્થ માવાણી સાથે રમ્યા હતા. આ ટુર્નામેન્ટ સૌથી નાની ગોલ્ફર તન્વી શાહ માટે ખાસ રહી હતી. તેણીએ તેના ભાઈ હેતાંશ સાથે રમીને પ્રથમ જીત હાંસલ કરી હતી.
પ્રથમ શ્રેણીમાં પિતા-પુત્ર સુખદેવ સિંહ પાનેસર અને અવતાર સિંહ પાનેસરની જોડી 61 પોઇન્ટ સાથે વિજેતા બની હતી. જ્યારે નીવ અને વિહાર પટેલ 59 પોઇન્ટ સાથે રનર્સ અપ રહ્યા હતા.
બીજી શ્રેણી માં જૂહી અને મીત માવાણી 79 પોઇન્ટ સાથે વિજેતા થયા હતા. દેવજીત અને સુખદેવ સિંહ પાનેસર 72 પોઇન્ટ સાથે રનર્સ અપ રહ્યા હતા. તન્વી અને હેતાંશ શાહની ટીમ ત્રીજી શ્રેણીમાં 33 પોઇન્ટ સાથે વિજેતા થઇ હતી.
ત્રણ વિજેતા ટીમને 3000 રિવોર્ડ પોઈન્ટ મળ્યા. જ્યારે રનર્સ અપ ટીમને 2000 રિવોર્ડ પોઈન્ટ મળ્યા.
આ ટુર્નામેન્ટમાં દેવજીત અને સુખદેવ સિંહ પાનેસર પરિવાર સાથે નીલ અને ચિંતન દવેને શ્રેષ્ઠ પોશાકનો પણ એવોર્ડ એનાયત કરાયો.