ભાગેડૂ નીરવ મોદીના લંડનના બંગલાને વેચવા કોર્ટની મંજૂરી

Spread the love

બંગલો 5.25 મિલિયન બ્રિટિશ પાઉન્ડથી ઓછી કિંમતમાં વેચી શકાશે નહીઃ લંડન હાઈકોર્ટનો આદેશ

લંડન

 કોર્ટે પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ નીરવ મોદીનો સેન્ટ્રલ લંડનના મેરીલેબોનમાં આવેલો આલીશાન બંગલો વેચવાની મંજૂરી આપી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ માસ્ટર જેમ્સ બ્રાઈટવેલે કહ્યું કે આ બંગલો 5.25 મિલિયન બ્રિટિશ પાઉન્ડ (લગભગ 55 કરોડ રૂપિયા)થી ઓછી કિંમતમાં વેચી શકાય નહીં. નીરવ મોદીનો આલીશાન બંગલો જેને લંડન હાઈકોર્ટે વેચવાનો આદેશ આપ્યો છે તે 2017માં એક ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો.

નીરવ મોદી હાલમાં બ્રિટનની થેમસાઈડ જેલમાં બંધ છે. આ કેસમાં ઈડી તરફથી હાજર થયેલા બેરિસ્ટર હરીશ સાલ્વે હાજર થયા હતા. જ્યારે નીરવ મોદી હાલમાં બ્રિટનની થેમસાઈડ જેલમાં બંધ હોવાથી ઓનલાઈન જોડાયેલો હતો. સિંગાપોરની એક કંપની ટ્રાઇડેન્ટ ટ્રસ્ટ પણ આ કેસમાં દાવેદાર છે. આ કંપનીએ 103 મેરેથોન હાઉસ વેચવાની પણ માંગ કરી હતી. બીજી તરફ, ઈડીની દલીલ એવી છે કે આ બંગલો વેચ્યા બાદ મળેલી રકમનો ઉપયોગ પંજાબ નેશનલ બેંકની લોન ચૂકવવા માટે થવો જોઈએ કારણ કે ટ્રસ્ટની મિલકત પંજાબ નેશનલ બેંકમાં મોટા પાયે છેતરપિંડીથી થયેલી આવકમાંથી ખરીદવામાં આવી છે.

નીરવ મોદી પીએનબી કૌભાંડનો માસ્ટરમાઇન્ડ અને મની લોન્ડરિંગ કેસનો મુખ્ય આરોપી છે. આ ઉપરાંત તેની વિરુદ્ધ ઈડી અને સીબીઆઈએ ઘણા કેસ દાખલ કર્યા છે. તેમજ નીરવ મોદીને દિલ્હી લાવવાના પ્રયત્ત્ન પણ કરી રહી છે. તેણે પંજાબ નેશનલ બેંકમાંથી વર્ષ 2018માં રૂ. 14 હજાર કરોડની લોન લીધી હતી અને તે ચૂકવ્યા વગર જ તે બ્રિટન ભાગી ગયો હતો. ત્યારબાદ બેંકે તેના વિરુદ્ધ છેતરપિંડીનો કેસ કર્યો હતો. વર્ષ 2019માં તેની ધરપકડ કરવામાં આવી હતી. 2021 માં બ્રિટનના તત્કાલીન ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે કેસમાં નીરવ મોદીના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. 2022માં નીરવ મોદી પણ સુપ્રીમ કોર્ટમાં કેસ હારી ગયો હતો. આ મામલો હાલમાં લંડન હાઈકોર્ટમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *