આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એનાલિસ્ટ ડે 2024માં તેની ટેક ક્ષમતાઓ દર્શાવી

Spread the love

ગ્રાહકના ઇન્શ્યોરન્સ અનુભવને સરળ બનાવે તેવી એઆઈ/એમએલ આધારિત મહત્વના પ્રોડક્ટ ફિચર્સ રજૂ કર્યા

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એનાલિસ્ટ ડે 2024ના પ્રસંગે કંપનીએ તમામ પ્રોડક્ટ કેટેગરીઝમાં ટેક ક્ષમતાઓ સહિતની તેની ડિજિટલ ઇકોસિસ્ટમ રજૂ કરી હતી. કંપનીએ ગ્રાહકોને સર્વિસ ડિલિવરીની ચપળતા, કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને સુરક્ષા વધારે તેવા ક્લાઉડ, ડેટા, એઆઈ/એમએલ, આઈઓટી આધારિત ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર ભાર મૂક્યો હતો.

આ પરિવર્તને પ્રતિસાદની ઝડપમાં 10 ગણો વધારો કર્યો છે અને કસ્ટમર સપોર્ટ ટીમની પ્રોડક્ટિવિટી 30 ટકા વધારી છે. ટેક્નોલોજી વહેલી અપનાવવાથી કંપની ડેટા આધારિત ઇનસાઇટનો ઉપયોગ કરીને ભવિષ્ય માટે તૈયાર થઈ શકી છે જેના લીધે ઇકોસિસ્ટમની સતત ઊભરતી જરૂરિયાતો સંતોષવા માટે સ્પેશિયલાઇઝ્ડ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ રજૂ થઈ શકી છે.

ઓન ડિસ્પ્લે આરઆઈએ (આઈએલનો રિસ્પોન્સિવ ઇન્ટેલિજન્ટ એજન્ટ)નો હ્યુમનાઇઝ્ડ અવતાર હતો. આ એક એનએલપી એનેબલ્ડ ચેટબોટ છે જેને હવે જનરેટિવ એઆઈનો ઉપયોગ કરીને સુધારવામાં આવ્યો છે જેનાથી પોલિસી કોપી ડાઉનલોડ કરવા, પોલિસી ખરીદવા, રિન્યૂ કરવા અને ક્લેઇમ સ્ટેટસ સહિતના અનેક કામોમાં ગ્રાહકોની ક્વેરીનો ઉકેલ લાવવામાં મદદ મળી છે.

3ડી કટઆઉટ્સના લીધે ઓબ્જેક્ટ રિકગ્નિશન ટેક્નોલોજી ઝોને તમામ વિવિધ પ્રોડક્ટ કેટેગરીઓમાં સિદ્ધિઓ, ડિસ્ટ્રીબ્યુશન રિચ, જોડાણો, પાર્ટનરશિપ અને વિશેષ ફીચર્સ દર્શાવ્યા હતા.

એનાલિસ્ટ સાથે વિઝ્યુઅલી વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ કરીને આ એક સમૃદ્ધ અનુભવ પૂરો પાડવામાં આવ્યો હતો જેનાથી પ્રોડક્ટ્સ માટે ગ્રાહકોની વાસ્તવિક જીવનની કથાઓ જીવંત થઈ હતી. પહેલી સ્ટોરી આઈએલ ટેક કેર એપ પર ક્લિક કરીને પિક્ચર્સ અપલોડ કરીને તથા અન્ય કોઈ થર્ડ પાર્ટી હસ્તક્ષેપ વિના ક્લેઇમ મૂકવા દ્વારા એન્ડ-ટુ-એન્ડ મોટર ક્લેઇમ રજૂ કરવાની સરળતા પર આધારિત હતી. એનીવ્હેર કેશલેસ સ્કીમ હેઠળ 90 સેકન્ડ્સની કેશલેસ હેલ્થ ઓથોરાઇઝેશનની સરળતાની સ્ટોરી વધુ એક ધ્યાનાકર્ષક બાબત હતી. વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શન દ્વારા તેમના રિસ્કનું એસેસમેન્ટ કરવા માટે બિઝનેસીસને મદદરૂપ થવા તથા ક્વોટ જનરેટ કરવા તેમજ પોલિસી ખરીદવા માટે ઓવરહેડ ડ્રોન સર્વે પણ રજૂ કરવામાં આવ્યા હતા. સેન્સર્સ ફોર ટેમ્પરેચર, જીપીએસ, ફ્યુઅલ સેન્સર અને ઇક્લોક્સ જેવા મરિન ઇન્શ્યોરન્સ માટેના આઈઓટી, ટેલીમેટિક્સ તથા ડેટા આધારિત પ્રિવેન્ટિવ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કંપનીની ડિજિટલ ક્ષમતાઓ દર્શાવતા 3 બૂથ પણ ઊભા કરવામાં આવ્યા હતા – ફ્લેગશિપ મોબાઈલ એપ આઈએલટેકકેર, ડીઆઈવાય ચેટ અને વોઇઝ-બેઝ્ડ સર્વિસિંગ દર્શાવતી આરઆઈએ અને એઆઈ/એમએલ ક્ષમતાઓ દર્શાવતું એઆઈ/જેન એઆઈ બૂથ.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પ્રેઝન્ટેશન અને પ્રશ્નોત્તરીના એનાલિસ્ટ મીટના પરંપરાગત સ્ટાન્ડર્ડ ફોર્મેટ્સથી વિરૂદ્ધ નવીનતા લાવીને અને માપદંડો ઊંચા રાખવાનું ચાલુ રાખે છે. તેણે તેની ટેક ક્ષમતાઓના ઉત્કૃષ્ટ અનુભવ લાવવામાં પ્રયાસો, સમય અને સંસાધનોનું રોકાણ કરીને સમગ્ર બીએફએસઆઈ કેટેગરીમાં પોતાની જાતને બધા કરતા અલગ મૂકી દીધી છે. ડિસ્રપ્ટિવ પ્રકારે ક્ષમતાઓ દર્શાવવાનું આ સતત બીજું વર્ષ છે. ગયા વર્ષે કંપનીએ 3ડી એનામોર્ફિક વોલ અને 3ડી પ્રોજેક્શન ડિવાઇસ દ્વારા તેની ટેક ક્ષમતાઓ દર્શાવી હતી. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *