રાજ્યમાં ચાર લોકસભા બેઠકો જેમાં મહેસાણા, રાજકોટ, અમદાવાદ પૂર્વ અને નવસારી સામેલ છે
અમદાવાદ
રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે, બન્ને પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર ફરી એકવાર કેસરિયો કરવા મેદાનમાં ઉતર્યુ છે, તો સામે કોંગ્રેસ ભાજપના વિજય રથને રોકીને ખાતુ ખોલાવવા પ્રયાસ કરશે. પરંતુ આ બધાની વચ્ચે ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારો પહેલાથી જ ઉતારી દીધા છે, જોકે, કોંગ્રેસ ગુજરાતની ચાર બેઠકો પર હજુ પણ અવઢવમાં છે. સુત્રો અનુસાર, કોંગ્રેસ આવતીકાલે પોતાના બાકી રહેલા ચાર ઉમેદવારોના નામો જાહેર કરી શકે છે.
આજે કોંગ્રસને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. લોકસભાની ચાર બેઠકોના ઉમેદવારોને લઈ કોંગ્રેસમાં હજુપણ મંથન ચાલી રહ્યું છે. રાજ્યમાં ચાર લોકસભા બેઠકો જેમાં મહેસાણા, રાજકોટ, અમદાવાદ પૂર્વ અને નવસારી સામેલ છે. કોંગ્રેસના મહેસાણા, રાજકોટથી ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. આ ઉપરાંત અમદાવાદ પૂર્વ અને નવસારીથી ઉમેદવાર જાહેર કરવાના બાકી રાખ્યા છે. રાજકોટ બેઠકથી પરેશ ધનાણી ઉમેદવાર તરીકે નક્કી કરાઇ ચૂક્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ નવસારીથી નૈષદ દેસાઈ ઉમેદવાર તરીકે નક્કી કર્યા છે. કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ ઉમેદવાર તરીકે નક્કી કર્યા છે, તો મહેસાણા બેઠક પરથી કોંગ્રેસ ઠાકોર સમાજના ઉમેદવારને ટિકીટ આપવાનું વિચારી રહી છે. ખાસ વાત છે કે, કોંગ્રેસ લોકસભાની સાથે સાથે વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારો પણ જાહેર કરવાના બાકી રાખ્યા છે. સુત્રો અનુસાર, આજે રાત્રે અથવા તો આવતીકાલે કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત કરી શકે છે.