તુર્કીના નેતા સાથેની વાતચીતમાં એન્ટોની બ્લિંકને તેમના પ્રયાસો બદલ આભાર માન્યો

વોશિંગ્ટન
ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ અમેરિકા સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાન સાથે વાત કરી છે.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે બ્લિંકને તુર્કીના મંત્રી સાથે ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલા અંગે ચર્ચા કરી હતી. તુર્કીના નેતા સાથેની વાતચીતમાં એન્ટોની બ્લિંકને તેમના પ્રયાસો બદલ આભાર માન્યો હતો.
પ્રવક્તા મેથ્યુ મિલરે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે એન્ટોની બ્લિંકને ઈરાનના હુમલા અંગે તુર્કીના વિદેશ મંત્રી સાથે વાત કરી. તેમણે આ વિસ્તારમાં વધુ ઉગ્રતા અટકાવવાના પ્રયાસો બદલ તેમનો આભાર માન્યો.
ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ ઈજિપ્ત , જોર્ડન અને સાઉદી અરેબિયામાં પોતાના સમકક્ષો સાથે પણ વાત કરી છે . બ્લિંકને તણાવ ટાળવા અને પ્રદેશમાં રાજદ્વારી પ્રતિભાવના મહત્વ પર ભાર મૂક્યો.
સાઉદીના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન સાથેની વાતચીતની માહિતી આપતાં પ્રવક્તા મિલરે કહ્યું કે બ્લિંકને તેમની સાથે ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે બ્લિંકને જોર્ડનના વિદેશ મંત્રી સાથે પ્રાદેશિક તણાવ ઘટાડવાની ચર્ચા કરી.