મા યોજનાકાર્ડ ધારકો માટે આ ક્લિનિક મફત ડાયાલિસિસ અને પરિવહન સહાય પ્રદાન કરશે
હિંમતનગર
એશિયાની અગ્રણી ડાયાલિસિસ નેટવર્ક નેફ્રોપ્લસ (NephroPlus) હિંમતનગર, ગુજરાતમાં આવિષ્કાર હોસ્પિટલ, GIDC, મોતીપુરા ખાતે તેનો નવો અત્યાધુનિક ડાયાલિસિસ ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. આ નવા ક્લિનિકનો ઉદ્દેશ્ય સ્થાનિક સમુદાયને ઉત્તમ ડાયાલિસિસ સેવાઓ પ્રદાન કરવાનો છે.
હિંમતનગરના નેફ્રોપ્લસ (NephroPlus) દ્વારા સંચાલિત આવિષ્કાર ડાયાલિસિસ ક્લિનિકમાં અદ્યતન સાધનો છે, જેમાં વિશિષ્ટ પોઝિટિવ ડાયાલિસિસ મશીનનો સમાવેશ થાય છે. આ ટેક્નોલૉજી HCV-પોઝિટિવ દર્દીઓને અલગથી ડાયાલિસિસ લેવાની સગવડ પૂરી પાડે છે, જેનાથી તેમની સલામતી અને સૌથી સારી ગુણવત્તાવાળી કાળજી સુનિશ્ચિત થાય છે. ક્લિનિકમાં ખૂબ જ કુશળ નેફ્રોલોજિસ્ટ્સ અને પ્રતિબદ્ધ ડાયાલિસિસ ટેકનિશિયન્સની ટીમ છે જે દર્દીની ખૂબ જ સારી કાળજી પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.
નેફ્રોપ્લસ (NephroPlus) જે એશિયામાં દર મહિને 1.90 લાખ ડાયાલિસિસ સત્રો કરવા માટે જાણીતું છે, આ નવા ક્લિનિકના ઉદઘાટન સાથે ડાયાલિસિસ કાળજીમાં નવા ધોરણો સ્થાપિત કરવા માટે આગળ વધી રહ્યો છે.
નેફ્રોપ્લસ (NephroPlus) દ્વારા સંચાલિત આવિષ્કાર ડાયાલિસિસ ક્લિનિકની મુખ્ય સુવિધાઓમાં શામેલ છે:
પોઝિટિવ ડાયાલિસિસ મશીન: HCV-પોઝિટિવ દર્દીઓ માટે સુરક્ષિત અને અલગ સારવાર પ્રદાન કરે છે.
વિશેષજ્ઞ ટીમ: ખૂબ જ અનુભવી ડાયાલિસિસ ટેકનિશિયન્સ અને નેફ્રોલોજિસ્ટ્સ
એકવાર ઉપયોગ માટેના ડાયાલાઇઝર અને ટ્યુબિંગ: સૌથી વધુ સ્વચ્છતા અને સલામતી સુનિશ્ચિત કરે છે
માં યોજનાના કાર્ડધારકો માટે મફત ડાયાલિસિસ:પાત્ર દર્દીઓ માટે સુલભતા વધારે છે.
પરિવહન સહાય: મા યોજના કાર્ડધારકોને તે જ દિવસના પરિવહન માટે ₹300 પ્રદાન કરે છે.
નેફ્રોપ્લસ (NephroPlus) દ્વારા સંચાલિત આવિષ્કાર ડાયાલિસિસ ક્લિનિકના નેફ્રોલોજિસ્ટ ડૉ. સિદ્ધાર્થ માવાણી આ અદ્યતન સુવિધાઓના મહત્વને રેખાંકિત કરતા કહે છે, “આધુનિક ડાયાલિસિસ ઉપકરણો અને ઉચ્ચ ગુણવત્તાવાળી કાળજી દર્દી પરિણામોમાં સુધારો કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં અમારા દર્દીઓને શ્રેષ્ઠ સેવા આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”
નેફ્રોપ્લસના (NephroPlus) સહ–સ્થાપક શ્રી કમલ ડી શાહે તેમના વિચારો વ્યકત કરતા કહ્યું, “અમે હિંમતનગરમાં આવિષ્કાર ડાયાલિસિસ ક્લિનિકમાં અમારી ડાયાલિસિસ નિષ્ણાતી લાવવા માટે ખૂબ જ ઉત્સાહી છીએ. જ્યાં અમારો ઉદ્દેશ્ય દર ક્વાર્ટરમાં સતત પ્રગતિ અને વિસ્તરણની યોજનાઓ સાથે કિડની સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકો માટે દર્દી-કેન્દ્રિત સંભાળ અને સારવારની ખાતરી આપીને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો છે.”
હિંમતનગરમાં ડાયાલિસિસ દર્દીઓ માટેની હાલની સ્થિતિ પડકારજનક છે, જેમાં ઉચ્ચગુણવત્તાવાળી ડાયાલિસિસ સેવાઓની જરૂરિયાત વધી રહી છે. આવિષ્કાર ડાયાલિસિસ ક્લિનિકમાં નેફ્રોપ્લસની (NephroPlus) અદ્યતન ટેક્નોલૉજી અને પ્રતિબદ્ધ કાળજી ટીમના પરિચયનો હેતુ આ જરૂરિયાતને અસરકારક રીતે પૂરો પાડવાનો છે.