અમદાવાદ
ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ ઇચેક્સ (FIDE) ની આગેવાની હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (GSCA) ગુજરાત દ્વારા ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ક્લબ ખાતે પ્રતિષ્ઠિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024 બીજી જૂનથી શરૂ થશે. પ્રથમ વખત ગુજરાત વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે. 46 દેશોના 220 ખેલાડીઓ વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપના ખિતાબ માટે મુકાબલો કરશે. સ્પર્ધાના વિજેતાને 10 લાખ રુપિયા સહિત કુલ 20 લાખના ઈનામ સ્પર્ધામાં અપાશે.
પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા અને પાંચ વખતના ભૂતપૂર્વ વિશ્વ ચેસ ચેમ્પિયન, ગ્રાન્ડ માસ્ટર અને FIDEના નાયબ પ્રમુખ વિશ્વનાથન આનંદ 2 જૂન, 24ના રોજ ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબમાં વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરશે.
સ્પર્ધામાં 38 ફેડરેશનના 228 ખેલાડીઓ બાગ લેશે જે આ સ્પર્ધાની વધતી લોકપ્રિયતા અને વૈશ્વિક પહોંચ પર પ્રકાશ પાડે છે. ઓપન કેટેગરીમાં 40 દેશોના 126 ખેલાડી, મહિલા કેટેગરીમાં 28 ફેડરેશનમાંથી 102 એન્ટ્રીઓ છે. આ ચેમ્પિયનશિપમાં 13 ગ્રાન્ડમાસ્ટર્સ, 28 ઇન્ટરનેશનલ માસ્ટર્સ (મેલ અને ફીમેલ), 2 ફીમેલ ગ્રાન્ડમાસ્ટર્સ અને 10 ઇન્ટરનેશનલ ફીમેલ માસ્ટર્સ ભાગ લેશે.
ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (AICF) ના સેક્રેટરી અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (GSCA) ના પ્રમુખ દેવ પટેલ કહ્યું હતું કે “ગુજરાતમાં વિશ્વ યુવા ચેસ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવાની તક મળવાથી અમે ગર્વ અનુભવીએ છીએ.
સૌથી યુવાન ગ્રાન્ડ માસ્ટર અભિમન્યુ મિશ્રા આ સ્પર્ધા માં ભાગ લઈ રહ્યા છે, જેમાં GM પ્રણવ આનંદ અને મહિલા ખેલાડી IM દિવ્યા દેશમુખ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ચીફ આર્બિટર એશોટ વર્દાપેટ્યન જે વિશ્વનાથન આનંદ અને મેગ્નસ કાર્લસન વચ્ચેની ઐતિહાસિક 2013 વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ મેચ ના મુખ્ય આર્બિટર આ ટૂર્નામેન્ટમાં ઉચ્ચ ધોરણો જળવાય એની દેખરેખ રાખશે.