– AI સંચાલિત ‘એલિવેટ‘ ગ્રાહકોને વ્યક્તિગત પ્લાન્સની પસંદગી માટે સક્ષમ બનાવે છે –
મુંબઇ
ભારતની અગ્રણી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની ICICI લોમ્બાર્ડે ગર્વભેર તેની ક્રાંતિકારી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ ‘એલિવેટ‘ના પ્રાંરભની જાહેરાત કરી છે. AIથી સંચાલિત પોતાની રીતે આગવી હેલ્થ પ્રોડક્ટ અત્યાધૂનિક વિશેષતાઓ અને એડ-ઓન્સથી સુસજ્જ છે, જે ગ્રાહકોને તેમની વિવિધતાપૂર્ણ જીવનશૈલી, મેડિકલ ઇમર્જન્સી અને તબીબી ક્ષેત્રમાં સારવારના વધી રહેલા ખર્ચને પહોંચી વળવા માટે સક્ષમ બનાવે છે. આ મહત્ત્વપૂર્ણ લોન્ચ ICICI લોમ્બાર્ડની તેના ગ્રાહકોને વીમા ઉદ્યોગના અદ્રિતીય મૂલ્યો પૂરા પાડવા પ્રત્યે ICICI લોમ્બાર્ડની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
સતત ઉભરી રહેલી નવીન વ્યવસ્થાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, વ્યક્તિગત રીતે તૈયાર કરવામાં આવેલો ગ્રાહક કેન્દ્રી પ્લાન ‘એલિવેટ‘ કોમ્પ્રેહેન્સિવ કવરેજ અને ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે. ‘એલિવેટ‘ની મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ નીચે મુજબ છેઃ
• અમર્યાદિત વીમાકૃત રકમઃ મર્યાદિત કવરેજ અને વીમાકૃત રકમ સંબંધિત ચિંતા ઉકેલ લાવતાં પ્લાનની આ વિશેષતા સુનિશ્ચિત કરે છે કે પોલિસીધારકોને કવરેજ સંબંધિત ચિંતાનો ક્યારેય સામનો કરવો ન પડે.
• અમર્યાદિત દાવા રકમઃ આ એડ-ઓન વીમાકૃત રકમની મર્યાદાને ધ્યાનમાં લીધા વગર પોલિસીના સમગ્ર જીવનકાળ દરમિયાન વન-ટાઇમ ક્લેઇમ માટે અમર્યાદિત દાવા રકમ સાથે સર્વાંગી નાણાકીય સુરક્ષા ઉપલબ્ધ કરાવે છે.
• પાવર બૂસ્ટર એડ–ઓનઃ આ એડ-ઓન અમર્યાદિત સમય માટે દાવાઓને ધ્યાનમાં રાખ્યાં વગર વાર્ષિક 100% એકંદર બોનસ પૂરું પાડે છે.