
અમદાવાદ
ગુલમહોર ગોલ્ફર ઑફ ધ યર (GGOY) 2024 ટૂર્નામેન્ટના છઠ્ઠા રાઉન્ડમાં 57 ગોલ્ફરોએ જીત મેળવી છે. એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ-ગો-ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગરૂપે ગુલમહોર ગ્રીન-ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે રમાયેલ GGOYએ અમદાવાદની અગ્રણી ગોલ્ફિંગ ટૂર્નામેન્ટમાંની એક છે.
0-14 હેન્ડીકેપ કેટેગરીમાં એસપી સિંગ 80 ગ્રોસ અને 40 પોઇન્ટ્સ સાથે વિજેતા બન્યા છે. જેમણે 81 ગ્રોસ અને 38 પોઇન્ટ મેળવનાર રવિ શાહને પાછલ છોડી દીધા હતા.
કેબીએસ સામ્યાલ 15-23 હેન્ડીકેપ કેટેગરીમાં 86 ગ્રોસ અને 41 પોઇન્ટ સાથે વિજેતા થયા છે. જ્યારે વિશાલ દેસાઇ 85 ગ્રોસ અને 39 પોઇન્ટ સાથે કેટેગરીમાં રનર્સ-અપ રહ્યા હતા.
24 અને તેથી વધુ હેન્ડીકેપ કેટેગરીમાં હિરેન ઠક્કરે 94 ગ્રોસ અને 42 પોઇન્ટ્સ સાથે જીત મેળવી હતી. હેમેન્દ્ર સંઘવી 96 ગ્રોસ અને 41 પોઇન્ટ સાથે કેટેગરીમાં રનર્સ-અપ રહ્યાં હતા.
ત્રણેય વિજેતાઓને તેમના પ્રયત્નો માટે 3,000 રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવ્યા હતા. જ્યારે રનર્સ અપને 1800 પોઇન્ટ ઇનામ આપવામાં આવ્યા હતા. ત્રણ કેટેગરીના 27 ગોલ્ફરોએ રિવોર્ડ પોઈન્ટ્સ મેળવ્યા.
દેવજીત સિંહ 92 ગ્રોસ અને 40 પોઇન્ટ સાથે જુનિયર કેટેગરીમાં ચાર્ટમાં ટોચ પર છે, જ્યારે ત્વિષા પટેલ 86 ગ્રોસ અને 38 પોઈન્ટ સાથે રનર્સ- અપ રહી હતી. તેઓએ તેમના પ્રયત્નો માટે અનુક્રમે 1800 પોઇન્ટ અને 1200 પોઇન્ટ મેળવ્યા.