- ડીપી વર્લ્ડ મુંદ્રા એ જૂન 2024માં 1,28,652 ટીઇયુએસ હેન્ડલ કરીને તેનો અત્યાર સુધીનો સૌથી વધુ થ્રુપુટ રેકોર્ડ હાંસિલ કર્યો છે
મુંદ્રા
સ્માર્ટ એન્ડ-ટુ-એન્ડ સપ્લાય ચેઇન સોલ્યુશન્સના અગ્રણી વૈશ્વિક પ્રદાતા ડીપી વર્લ્ડે ડીપી વર્લ્ડ મુંદ્રા ખાતે સાઉથ ઇસ્ટ એશિયા, ઈન્ડિયા અને મીડલ ઇસ્ટને જોડતી નવી વીકલી મેઇનલાઇન સર્વિસની પ્રથમ સફરનું સ્વાગત કર્યું હતું. એમવી ઈએસએલ વેસલના સફળ બર્થિંગ સાથે આ સર્વિસ સાઉથઇસ્ટ એશિયા, ઈન્ડિયા અને મીડલ ઇસ્ટના મુખ્ય પોર્ટ્સ વચ્ચેના જોડાણને મજબૂત બનાવે છે તથાવૈશ્વિક વેપારને વધારવા માટે ડીપીવર્લ્ડની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. વધુમાં, ડીપી વર્લ્ડ મુંદ્રા એ જૂન મહિનામાં તેની ટર્મિનલ પરથી1,28,652 ટીઇયુએસ હેન્ડલ કરીને સૌથી વધુ થ્રુપુટનો રેકોર્ડ બનાવ્યો છે, જે તેની ઓપરેશનલ કાર્યક્ષમતા અને ક્ષમતાને પ્રમાણિત કરે છે.
આ સર્વિસ એમિરેટ્સ શિપિંગ લાઇન, સીએમએ સીજીએમ, ચાઇના યુનાઇટેડ લાઇન્સ, કેટીએમસી, રિજનલ કન્ટેનર લાઇન્સ અને ગ્લોબલ ફીડર્સ દ્વારા ઓપરેટ કરવામાં આવશે. 3800 TEUsની સાપ્તાહિક ક્ષમતા સાથે, આ સર્વિસલેમ ચાબાંગ,સિંગાપોર, પોર્ટ ક્લાંગ, ન્હાવા શેવા,જેબલ અલી,દમ્મામ,કાઈ મેપ,જકાર્તા અને મુંદ્રા વચ્ચે મજબૂત જોડાણ પ્રદાન કરે છે,જે કૃષિ,ઔદ્યોગિક માલસામાન અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ સહિતના ઉદ્યોગો માટે કાર્યક્ષમ ટ્રેડ ફ્લોની સુવિધા આપે છે.
વીકલી ઈવીજીઆઈ સર્વિસના પ્રારંભ અંગેડીપી વર્લ્ડ, સબકોન્ટિનેન્ટ, મિડલ ઈસ્ટ અને નોર્થ આફ્રિકાના સીઓઓ, પોર્ટ્સ એન્ડ ટર્મિનલ્સ, ઓપરેશન્સ એન્ડ કોમર્શિયલ રવિન્દર જોહલે જણાવ્યું હતું કે, “ડીપી વર્લ્ડમાં અમે સપ્લાય ચેઈનની કાર્યક્ષમતાને સતત ઓપ્ટિમાઇઝ કરી રહ્યા છીએ અને સીધા વેપાર માર્ગોની એક્સેસને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. આ સર્વિસ ભારતીય વ્યવસાયોને દક્ષિણપૂર્વ એશિયા અને મધ્ય પૂર્વના મુખ્ય બજારો સાથે જોડે છે અનેતે પ્રદેશોના વેપારીઓ અને વ્યવસાયોને ભારતમાં નવી તકો શોધવા માટે સક્ષમ બનાવે છે. મુંદ્રાને ભારતના ઉત્તર અને મધ્ય અંતરિયાળ વિસ્તારો સાથે જોડતી અમારી મલ્ટીમોડલ શક્તિના સમર્થનથીઅમને વિશ્વાસ છે કે આ સેવા અમારા મૂલ્યવાન ગ્રાહકો માટે સુવિધામાં વધારો કરશે.”
ડીપી વર્લ્ડ મુંદ્રામાં મોટા જહાજોને સમાવવા માટે 632-મીટરની ક્વે અને ડીપ ડ્રાફ્ટ છે. 37 હેક્ટરમાં 1.4 મિલિયન TEUsની ક્ષમતા સાથેટર્મિનલ ભારતના વેપાર નેટવર્કમાં મુખ્ય હબ છે. તે એડવાન્સ્ડ ટેકનોલોજી તથાઉત્તર અને મધ્ય ભારતમાં શ્રેષ્ઠ માર્ગ અને રેલ જોડાણ પ્રદાન કરે છે, જે આર્થિક વૃદ્ધિને આગળ ધપાવે છે. ટર્મિનલ ચોવીસ કલાક કન્ટેનર ફ્રેઈટ સ્ટેશન ઓપરેટ કરે છે,જે સ્પેશિયલાઇઝ્ડ ઇક્વિપમેન્ટ સાથે કાર્ગોનું કાર્યક્ષમ હેન્ડલિંગ સુનિશ્ચિત કરે છે અને વેપારને વિશ્વસનીય તથા સલામત બનાવવા માટે કડક સુરક્ષા પગલાં લેવામાં આવે છે. ડીપી મુંદ્રાએ તેની નવીન, સમર્પિત અને ગ્રાહક-કેન્દ્રિત વર્કફોર્સને કારણે તમામ મુખ્ય શિપિંગ લાઇન્સ માટે પસંદગીના ભાગીદાર તરીકે તેનું સ્થાન જાળવી રાખ્યું છે.