ઇન્ફોસિસ ફાઉન્ડેશને આરોહણ સોશિયલ ઇનોવેશન એવોર્ડની ચોથી આવૃતિ જાહેર કરી

Spread the love

ભારતમાં સોશિયલ ઇનોવેટર્સને ટેકો આપવા અને સશક્તિકરણ કરવા માટે સમર્પિત ₹2 કરોડ આપવા પ્રતિબદ્ધ

ઇન્ફોસિસ ફાઉન્ડેશન, ઇન્ફોસિસની પરોપકારી અને સીએસઆર શાખા, તેના આરોહણ સોશિયલ ઇનોવએશન એવોર્ડ્સની ચોથી આવૃતિ લઈને આવી રહ્યું છે. ભારતમાં સામાજિક નવીનતાને પ્રોત્સાહન આપવીને પ્રતિબદ્ધતાને આગળ વધારતા ઇન્ફોસિસ ફાઉન્ડેશન દેશભરના ઇનોવેટર્સ અને સામાજિક ઉદ્યોગસાહસિકોને એવોર્ડ્સમાં ભાગ લેવા માટે આમંત્રિત કરી રહ્યું છે.

આરોહણ સોશિયલ ઇનોવેશન એવોર્ડ્સ 2025નો હેતુ દેશભરના વંચિત સમુદાય પર નોંધપાત્ર અસર કરવાની ક્ષમતા ધરાવતા અલગ જ પ્રકારના ટેકનોલોજી આધારીત સોલ્યુશન્સ વિકસાવતા વ્યક્તિ, ટીમ, એનજીઓ અને સોશિયલ એન્ટરપ્રાઈઝીસને ઓળખી અને તેમને પુરસ્કાર આપવાનો છે. ઇન્ફોસિસ ફાઉન્ડેશન દરેક વિજેતાને રૂ. 50 લાખ સુધીનું ઇનામ આપે છે, એટલે કે, કુલ રૂ.2 કરોડની પુરસ્કારની રકમનો સમાવેશ થાય છે.

“ઇન્ફોસિસ ફાઉન્ડેશન ખાતે, અમે સમુદાયના સુધારણા અને વાસ્તવિક દુનિયાના પડકારોને સંબોધતા નવીન શોધની શક્તિમાં માનીએ છીએ. આરોહણ સોશિયલ ઇનોવેશન એવોર્ડ્સ દ્વારા અમે શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણની જાળવણીમાં અસરકારક ઉકેલનું સંચાલન કરતા પરિવર્તનકારીને ઓળખીને તેમને સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે દેશભરના સોશિયલ ઇનોવેટર્સને પ્રોત્સાહન આપી અને આગળ વધવા તથા તેમના વિચારો વર્ણવા અને યોગ્ય બદલાવ લાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આ ચોથી આવૃતિ સાથે, અમે દરેક માટે એક અલગ જ તક ઉભી કરવા માનવ ક્ષમતાને વિસ્તૃત કરવાના અમારા હેતુને આગળ વધારવાનો ધ્યેય રાખીએ છે.” એમ ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ટ્રસ્ટી સુમિત વિરમાનીએ જણાવ્યું હતું.

આરોહણ સોશિયલ ઇનોવેશન એવોર્ડ્સ 2025માં ત્રણ શ્રેણીમાં પ્રવેશ સ્વિકારવામાં આવે છે:

  • શિક્ષણ
  • આરોગ્ય
  • પર્યાવરણ ટકાઉપણું

મુખ્ય હાઈલાઇટ્સ:

  • આરોહણ સોશિયલ ઇનોવેશન એવોર્ડ્સની ચોથી આવૃતિ માટેની શ્રેણીનું સબમિશન 24મી એપ્રિલ, 2025ના શરૂ થશે અને 15 જૂન, 2025ના રોજ બંધ થશે.
  • 18 વર્ષના કે તેનાથી વધુ ઉંમરના ભારતમાં રહેતા દરેક ભારતીય નાગરીકો પ્રવેશ મેળવી શકશે.
  • સહભાગીઓ તેમના કાર્યનું વર્ણન કરતી એન્ટ્રીઓ વિડીઓના રૂપમાં સબમિટ કરી શકે છે, જે આરોહણ સોશિયલ ઇનોવેશન એવોર્ડ્સ વેબસાઇટ પર અપલોડ કરી શકાશે.
  • એન્ટ્રીઓ સંપૂર્ણપણે કાર્યરત પ્રોટોટાઇપ અથવા ફિનિશ્ડ પ્રોજેક્ટની હોવી જોઈએ, ફક્ત એક ખ્યાલ, વિચાર અથવા મોકઅપની નહીં.

પ્રતિષ્ઠિત નિર્ણાયકોની એક પેનલ શોર્ટલિસ્ટ થયેલા પાર્ટીસિપેન્ટ્સનું મૂલ્યાંકન કરીને અંતિમ વિજેતાઓ નક્કી કરશે. અંતિમ વિજેતાઓનું મૂલ્યાંકન નીચેના માપદંડો પર કરવામાં આવશે:

  • રીઅલ પ્રોબલેમ્સ: વ્યવહારુ ઉકેલો સાથે વાસ્તવિક સામાજિક પડકારોનો સામનો કરવો
  • શાર્પ સોલ્યુશન્સ: નવીન શોધ જે અસરકારક, સ્કેલેબલ અને ટકાઉ હોય

કમિટેડ ફાઉન્ડર્સ: અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે સમર્પિત ઉત્સાહીત નવીનતાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *