એક્ટિવ એસેટ એલોકેશન અને કરવેરા સક્ષમ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ સાથે ડેટ, ઇક્વિટીઝ અને ગોલ્ડમાં ડાયવર્સિફાઇડ એક્સપોઝર પૂરું પાડે છે
મુંબઈ
બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે (બરોડા બીએનપી પારિબા એએમસી) નવી ઓફરિંગ બરોડા બીએનપી પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ રજૂ કર્યું છે. આ વ્યૂહાત્મક રીતે ડાયવર્સિફાઇડ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન છે જે પહેલી વખત રોકાણ કરતા તથા અનુભવી રોકાણકારો માટે બનાવવામાં આવ્યું છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 15 મે, 2025ના રોજ ખૂલે છે અને 26 મે, 2025ના રોજ બંધ થાય છે.
આ એક્ટિવલી મેનેજ્ડ ફંડ ઓફ ફંડ્સ ત્રણ વિવિધ એસેટ ક્લાસમાં એલોકેશન પૂરું પાડે છેઃ
· લઘુતમ 55 ટકા ફાળવણી (જે હંમેશા 65 ટકાથી ઓછી રહેશે) ડેટ સંબંધિત સ્કીમો*ના યુનિટ્સ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રહેશે જે રોકાણના મહત્તમ પાંચ ટકાને આધીન છે. બરોડા બીએનપી પારિબા શોર્ટ ટમ ડ્યુરેશન ફંડ**માં રોકાણ.
· સ્કીમ એલોકેશનના લઘુતમ 15 ટકા (મહત્તમ એલોકેશન 25 ટકાથી ઓછું) ઇક્વિટી આધારિત સ્કીમોના યુનિટ્સમાં રોકાણ કરશે. બરોડા બીએનપી પારિબા લાર્જ કેપ ફંડમાં રોકાણ. **
· સ્કીમ બરોડા બીએનપી પારિબા ગોલ્ડ ઇટીએફના યુનિટ્સમાં બાકીની રકમનું (લઘુતમ 15 ટકા અને મહત્તમ 25 ટકા) રોકાણ કરશે.
આ ફંડ પ્રશાંત પિમ્પલે અને પ્રતિશ કૃષ્ણન દ્વારા સાથે મળીને મેનેજ કરવામાં આવશે જેઓ ફિક્સ્ડ ઇન્કમ અને ઇક્વિટી ફંડ વ્યૂહ઼રચનાઓ મેનેજ કરવામાં અનુક્રમે 25 વર્ષથી વધુનો અને 24 વર્ષ કરતા વધુનો અનુભવ ધરાવે છે.
બરોડા બીએનપી પારિબા એએમસીના સીઆઈઓ-ફિક્સ્ડ ઇન્કમ પ્રશાંત પિમ્પલેએ જણાવ્યું હતું કે સિંગલ સ્ટોપ સોલ્યુશનમાં વિવિધ એસેટ ક્લાસનું મિશ્રણ લૉ કોરિલેટેડ એસેટ ક્લાસનું ડાયવર્સિફિકેશન પૂરું પાડે છે જેનાથી સંભવિતપણે વધુ સારા રિસ્ક-એડજસ્ટેડ વળતર મળે છે, ખાસ કરીને રૂઢિચુસ્ત રોકાણકારો માટે તે મૂલ્યવાન છે. આ સ્કીમના રોકાણકારો ડાયવર્સિફાઇડ એક્સપોઝર સાથે એક્ટિવ એસેટ એલોકેશનથી લાભ મેળવશે જે સ્થિરતા અને વિકાસ મેળવવાનું ધ્યેય રાખે છે.
લાંબા ગાળાની કર કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલ આ સ્કીમ બે વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવેલા રોકાણ પર 12.5 ટકાના કન્સેશનલ લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (એલટીસીજી) કરવેરા દર ઓફર કરે છે, જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર સ્લેબ દરે કર લાદવામાં આવે છે, જે લાંબા ગાળાના બચતકર્તાઓ માટે કર પછી વધુ સારું વળતર પ્રદાન કરે છે. રોકાણકારોને કૃપા કરીને નોંધે કે તેઓ ફંડ ઓફ ફંડ્સ સ્કીમના રિકરિંગ ખર્ચાઓ પણ ભોગવશે તથા ફંડ ઓફ ફંડ્સ સ્કીમ રોકાણ કરે છે તે અંતર્ગત ફંડના ખર્ચ પણ ભોગવશે.
ત્રણેય એસેટ ક્લાસ માટે મધ્યમથી લાંબા ગાળાની સંભાવનાઓ સાથે ફંડ ડેટ, ઇક્વિટી અને ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેનાથી રોકાણકારો એક જ શોટમાં હેટ્રિક મેળવી શકે છે. સ્કીમ વિશે વિગતવાર જાણવા માટે કૃપા કરીને સ્કીમ ઇન્ફર્મેશન ડોક્યુમેન્ટ વાંચો.
લાંબા ગાળે મૂડીમાં મૂલ્યવૃદ્ધિની સંભાવના ધરાવતા ટેક્સ-સ્માર્ટ, ઓછી અસ્થિરતાવાળા રોકાણ શોધી રહેલા રોકાણકારો માટે આ ફંડને આદર્શ પસંદગીઓ પૈકીનું એક ફંડ માનવામાં આવી શકે છે.
