CELL STAR દ્વારા સ્પેશિયલ સ્ટેમ સેલ ટ્રિટમેન્ટથી લીવર ટ્રાન્સપ્લાન્ટ અને knee રિપ્લેસ વિના દર્દીની સારવાર

Spread the love

સ્ટેમ સેલ ટ્રિટમેન્ટથી લીવર ટ્રાન્સપ્લાન્ટ અને knee રિપ્લેસ કરાવવું પડે એવી સ્થિતિમાં આવેલા દર્દીઓ પણ સ્વસ્થ થયા, ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિએ પહોંચેલા દર્દીઓને પણ રાહત થઈ

અમદાવાદ

ગુજરાત સ્થિત સેલ સ્ટાર ( સેલેસ્ટ સ્ટીમસેલ થેરાપી એન્ડ રિસર્ચ ), સેન્ટરે સ્ટેમ સેલ એન્ડ રિજનરેટિવ મેડિસિન્સના ફિલ્ડમાં ક્રાંતિકારી અને નેક્સ્ટ જનરેશન વેલનેસ તથા રિજુવેનેશન થેરાપીથી લીવર, ઢીંચણ, ડાયાબિટિસ અને કિડનીના ક્રિટિકલ કંડિશન ધરાવતા દર્દીઓની સારવાર કરી સ્વસ્થ થયા છે અને સંસ્થા દ્વારા છેલ્લા આઠેક મહિનામાં 100થી વધુ દર્દીઓની ટ્રીટમેન્ટ કરાઈ છે જેમાં મોટા ભાગના દર્દીઓને સકારાત્મક પરિણામ મળ્યા હોવાનું ડૉ. દિવ્યાંગ પટેલે જણાવ્યું હતું. કેટલાક દર્દીઓને કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવા સુધીની નોબત આવી ગઈ હતી પરંતુ સ્પેશિયલ સ્ટેમ સેલ એન્ડ કસ્ટમાઈઝ્ડ ટ્રિટમેન્ટથી તેઓ પહેલાની જેમ જ સ્વસ્થ થઈ ગયા અને દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવાની પણ આવશ્યકતા રહી નહોતી.

દર્દીઓને 100 ટકા પરિણામ મળે એવા પ્રયાસ

ડૉક્ટરે વધુમાં જણાવ્યું હતું કે સ્ટેમ સેલ્સ ટ્રિટમેન્ટમાં જેટલા પ્રમાણમાં આ સેલ શરીરમાં ઈન્જેક્ટ થાય છે એના માત્ર અમુક સેલ્સ જ ડેમેજ થયેલા બોડી ઓર્ગનમાં જતા હોય છે. પરંતુ અમે જે સ્પેશિયલ ટ્રિટમેન્ટથી દર્દીની સારવાર કરીએ છીએ એનાથી ઈન્જેક્ટ કરેલા મોટાભાગનાં સેલ્સ દર્દીના ડેમેજ થયેલા ઓર્ગન સુધી પહોંચીને બેસ્ટ રિઝલ્ટ આપતા હોય છે. આગામી સમયમાં અમે 100 ટકા સુધી આ પરિણામ પહોંચી જાય એની પદ્ધતિ પર રિસર્ચ કરી રહ્યા છીએ.

ડૉ. દિવ્યાંગના 19 કેસ સ્ટડી પેપર્સ

અમે જે ટેકનોલોજી પ્રોટોકોલનો ઉપયોગ કરીએ છીએ એ દુનિયામાં સૌપ્રથમવાર કોઈ મેડિકલ એક્સપર્ટે ઉપયોગ કર્યો હશે. અમારી સાયન્ટિફિક ટ્રિટમેન્ટ બધાથી અલગ છે. ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેશનલ જરનલમાં ડૉક્ટર દિવ્યાંગના નામે 19 કેસ સ્ટડી પેપર્સ છે. જેના ઘણા બધા રેફરન્સિસ લેવામાં આવ્યા છે.

કેટલીક કંપનીઓ મેડિક્લેઈમ આપે છે

ડૉ. દિવ્યાંગ પટેલના અનુસાર આ સારવારમાં અન્ય ઓપરેશનની સરખામણીએ ઘણો ઓછો ખર્ચ આવવવા છતાં આ ટ્રીટમેન્ટમાં કેટલિક મેડિકલ ઈન્સ્યોરન્સ આપતી કંપનીઓ મેડિક્લેઈમ પાસ કરતી હોય છે. કેટલાક દર્દીઓએ ક્લેમ પાસ કરવવા માટે કાયદાના દ્વાર પણ ખખડાવવા પડ્યા હોવાનું અત્રે હાજર એક દર્દીએ જણાવ્યું હતું.

દર્દીને લીવર ટ્રાન્સપ્લાન્ટ ન કરાવવું પડ્યું

51 વર્ષીય દર્દીને લિવર સિરોસીસ હતું, જેના પરિણામે તેમને અન્ય એક્સપર્ટ્સે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે સૂચના આપી હતી. જોકે બાદમાં આ દર્દી સેલસ્ટાર સેન્ટરમાં આવ્યા હતા. અહીં એમને સ્ટેમ સેલ ટ્રિટમેન્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. ડો. દિવ્યાંગ પટેલના જણાવ્યા પ્રમાણે સેલ સ્ટારમાં પેશન્ટને ટ્રિટમેન્ટ આપ્યા બાદ, એક માસના સમયમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. પેશન્ટ ત્રણ સિટિંગ બાદ લિવર ટ્રાન્સપ્લાન્ટના જોખમથી બહાર આવી ગયા અને હજુ પણ વધુ ટ્રિટમેન્ટ બાદ દર્દી નોર્મલ થાય એવો વિશ્વાસ છે.

KNEE રિપ્લેસમેન્ટ વિના જ દર્દીની સારવાર

ઘૂંટણ રિપ્લેસમેન્ટ સંદર્ભે અન્ય એક દર્દી વિશે જણાવતા ડો. દિવ્યાંગ પટેલે કહ્યું કે અમે તાજેતરમાં જ એક એવા દર્દીને સાજા કર્યા છે તેમના ઘૂંટણ સદંતર ઘસાઈ ગયા હતા. તેમને knee રિપ્લેસમેન્ટ  કરાવવાની ફરજ પડી જાય એવી સ્થિતિ હતી. જોકે આ દર્દીની અમે સારવાર કરીને સ્પેશિયલ કસ્ટમાઈઝ સ્ટેમ સેલ ટ્રિટમેન્ટ આપતા તેની રિકવરી ઘણી સારી થઈ હતી.

હોલિવૂડ સિલેબ્રિટીને ખાસ ટ્રિટમેન્ટ આપી

ડો. દિવ્યાંગ પટેલ પાસે 8થી 10 હોલિવૂડ સિલેબ્રિટીથી લઈને જાણિતા સ્પોર્ટ્સ સ્ટાર્સ પણ કસ્ટમાઈઝ્ડ સારવાર લેવા આવ્યા છે. ડો. દિવ્યાંગ પટેલની થેરાપી એન્ડ ટ્રિટમેન્ટ દ્વારા ઢીંચણના અને શોલ્ડર તથા સ્પોર્ટ ઈન્જરી ઠીક કરવામાં ઉત્તમ પરિણામ મળ્યા છે.

મેડિકલ ટૂરિઝમ પર ફોકસ વધાર્યું

ડો. દિવ્યાંગ પટેલે વધુમાં કહ્યું કે અમે અત્યારે મેડિકલ ટૂરિઝમ પર ફોકસ કરી રહ્યા છીએ. અમે પ્રિવેન્ટિવ ટ્રિટમેન્ટ પણ આપીએ છીએ. અમારી જોડે દેશ-વિદેશના લોકો બોડી ઓર્ગન ડેમેજ થાય એના પહેલાથી જ સ્ટેમ સેલ થેરાપી લેતા હોય છે. આને પ્રિવેન્ટિવ ટ્રિટમેન્ટ કહેવાય જેના લીધે તેમને ભવિષ્યમાં પણ ક્યારેય આવી તકલીફોનો સામનો ન કરવો પડે. અમે ઘણા હોલિવૂડ સિલેબ્રિટીને આ ટ્રિટમેન્ટ આપી છે અને આગામી સમયમાં અમેરિકા યુકે અને ગલ્ફ દેશોમાં અમારુ ફોકસ નિર્ધારિત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *