અમદાવાદ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 મા જન્મદિવસ નિમિત્તે નરહરિ અમીન (સંસદસભ્ય રાજ્યસભા, ગુજરાત) અને પ્રમુખ જનસહાયક ટ્રસ્ટ અને ગુજરાત લોકસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે હીરામણિ આરોગ્યધામ, અડાલજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી ઓ.પી.ડી. કન્સલ્ટેશન, બેઝીક હેલ્થ પ્રોફાઈલ, આંખોની તપાસ કરી ચશ્મા વિતરણનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 2500 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમ દરમિયાન 474 લાભાર્થીઓને CBC, S. Creatine, Random Blood Sugar, Cholesterol, Uric Acid, Total Protein, S.Billrubin એમ 7 પ્રકારના બ્લડ ટેસ્ટ ફ્રી કરી આપવામાં આવ્યા છે.
આ દિવસે મેડિસિન, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક, ડેન્ટલ, નેફોલોજી, ફિઝીયોથેરાપી, આયુર્વેદિક, નેચરોપથી અને હોમિયોપેથીના વિભાગના 214 દર્દીઓને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ફ્રી ઓ.પી.ડી. કન્સલ્ટેશન પણ કરવામાં આવ્યું.
કેમ્પની મુલાકાત લેનારી તમામ વ્યક્તિઓના આંખના નંબર ફ્રીમાં ચેક કરી આપીને તેઓને નજીકના કે દૂરના જે પણ નંબર આવે તેના ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવ્યા. કેમ્પ દરમિયાન 153 બોટલ બ્લડ કલેક્ટ કરવામાં આવ્યું અને રક્તદાન કરનાર દાતાઓને ભેટ સ્વરૂપે એક હેન્ડબેગ તથા પુસ્તક આપવામાં આવ્યા.

આ પસંગે જનસહાયક ટ્રસ્ટનાં ઉપ્રમુખ નીતાબેન અમીન, ટ્રસ્ટના સેક્રેટરી આર. સી. પટેલ, જોઈન્ટ સેક્રેટરી પંકજ દેસાઈ, ટ્રસ્ટી રાજકુમાર ગુપ્તા, સીઈઓ ભગવત અમીન, ગવર્નિંગ બોર્ડના સભ્યો પ્રવિણચંદ્ર અમીન, ઘનશ્યામ અમીન, હરિકૃષ્ણ અમીન, મૃદુલાબેન અમીન, આનંદ અમીન, પ્રશાંત અમીન, અમરીશ પટેલ, ધર્મેશ પટેલ, જયેશ શાહ તેમજ રા.ક. મંત્રી સહકાર જગદીશ વિશ્વકર્મા, દસક્રોઈ ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ તેમજ પ્રદેશ મીડિયા ટીમના સભ્ય હિતેષ પટેલ(પોચી), ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ ગૃહ મંત્રી ગોરધન ઝડફિયા, ગુજરાત યુનિવર્સીટીના ભૂતપૂર્વ કુલપતિ ડૉ. પરિમલ ત્રિવેદી, નિવૃત સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. પ્રભાકર, ભાજપના આગેવાન અને પૂર્વ કાઉન્સિલર દિનેશ શર્મા, ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ હાર્દિકસિંહ ડોડીયા, ઉરેન પટેલ, ડૉ. વિદ્યુત દેસાઈ, ગાહેડ અમદાવાદના પ્રમુખ તેજસ જોશી, નવગુજરાત સમયના તંત્રી અજય ઉમટ, ત્રિલોક અગ્રવાલ, ઉપરાંત બ્લડ ડોનેશન અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લેનાર અંદાજિત 2500 થી વધુ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
