મોદી ભારતીય સંસ્કૃતિના પ્રતિક છેઃ હોલીવૂડના સ્ટાર રિચર્ડ ગેર

Spread the love

ન્યૂયોર્કમાં યોગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રિચર્ડ ગેર પીએમ મોદીની સાથે યોગ કરતા નજરે પડ્યા


વોશિંગ્ટન
ટેસ્લાના સ્થાપક ઈલોન મસ્ક બાદ હવે હોલીવૂડના સ્ટાર રિચર્ડ ગેરે પણ પીએમ મોદીના પ્રશંસક બની ગયા છે.
પીએમ મોદીના ચાહકોના લિસ્ટમાં હોલીવૂડના આ મશહૂર અભિનેતાનો પણ ઉમેરો થયો છે. ન્યૂયોર્કમાં યોગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રિચર્ડ ગેર પીએમ મોદીની સાથે યોગ કરતા નજરે પડ્યા હતા. એ પછી તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદી ભારતીય સંસ્કૃતિનુ પ્રતિક છે. પીએમ મોદી ભારતના કલ્ચરનુ પ્રતિનિધિત્વ દુનિયામાં કરી રહ્યા છે. તેમનો વૈશ્વિક ભાઈચારાનો સંદેશ વારંવાર સાંભળવાની ઈચ્છા છે. આ દિલને સ્પર્શી જતો સંદેશ છે.
ઉલ્લેખનીય છે કે, રિચર્ડ ગેરની સાથે સાથે ન્યૂયોર્કના મેયર એરિક એડમન્સ , ભારતીય શેફ વિકાસ ખન્ના, ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ જેવી જાણીતી હસ્તીઓ પણ યોગના કાર્યક્રમમાં સામેલ થઈ હતી.
હોલીવૂડ સ્ટાર રિચર્ડ ગેરેની ગણતરી હોલીવૂડના પહેલી હરોળના અભિનેતા તરીકે થાય છે. અભિનેતાના સ્વરુપમાં તેમણે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ પણ મેળવેલા છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *